Dark Mode
Image
  • Wednesday, 15 May 2024

લંડનમાં ભારતીય વિદ્યાર્થીએ તિરંગાનું સન્માન બચાવવા ખાલિસ્તાન સમર્થકોની સામે ઉભો રહ્યો

લંડનમાં ભારતીય વિદ્યાર્થીએ તિરંગાનું સન્માન બચાવવા ખાલિસ્તાન સમર્થકોની સામે ઉભો રહ્યો

અમેરિકા, લંડન સહિતના દેશોમાં ખાલિસ્તાનીઓ સતત ભારત દેશનો વિરોધ કરી તિરંગાનું અપમાન કરી રહ્યાં છે. ઠેર-ઠેર ભારત અને ભારતીયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવામાં ભારતીય વિદ્યાર્થી સત્યમ સુરાના લંડનમાં ભારતીય હાઈ કમિશનની સામે આયોજિત ખાલિસ્તાનીઓના પ્રદર્શન દરમિયાન તિરંગાની સુરક્ષા માટે ખાલિસ્તાન સમર્થકોની આવી ગયો હતો. આ સંદર્ભે તેનો એક વીડિયો પણ વાયરલ થયો છે. સત્યમે કહ્યું છે કે મારા અંતરાત્માએ મને આ કરવાનું કહ્યું હતું.

 

લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના વિદ્યાર્થી સત્યમ સુરાનાએ કહ્યું કે મેં જોયું કે ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન થઈ રહ્યું છે. આ અપમાન સહન કરી શકાય નહીં. તેણે કહ્યું કે એક પ્રદર્શનકારીએ હાઈ કમિશનની સામે ઉભા રહીને ભારત વિરોધી ભાષણ આપી રહ્યો હતો અને ભારતીય તિરંગાને જમીન પર ફેંકી દીધો હતો. તે ઘટના સ્થળ પાસે ઉભો હતો. તેણે રસ્તા પરથી તિરંગો ઉપાડ્યો. આમ કરવાથી કેટલાક ખાલિસ્તાન સમર્થકો તેમના પર ગુસ્સે થયા, પરંતુ તે ગભરાયા નહીં.

 

 

સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓએ પરિસ્થિતિને શાંત કરવા અને સત્યમને બચાવવા માટે તેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. સત્યમે કહ્યું કે તેના માતા-પિતા સલામતી અંગે ચિંતિત હતા, પરંતુ તેણે જે કર્યું તેનાથી તેઓ ખુશ છે. આ ઘટના અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મહત્વનું છે કે કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા બાદથી ખાલિસ્તાની સમર્થકો ભારતનો સતત વિરોધ કરી રહ્યાં છે. તેમજ કેનેડામાં રહેતા ભારતીયોને ભારત પરત જવા દબાણ કરી રહ્યાં છે.

લંડનમાં ભારતીય વિદ્યાર્થીએ તિરંગાનું સન્માન બચાવવા ખાલિસ્તાન સમર્થકોની સામે ઉભો રહ્યો

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!