Dark Mode
Image
  • Friday, 03 May 2024

ઇલેકટોરલ બોન્ડને દુનિયાની સૌથી મોટી ખંડણી યોજના ગણાવનાર રાહુલ ગાંધીને અમિત શાહે આપ્યો આ જવાબ

ઇલેકટોરલ બોન્ડને દુનિયાની સૌથી મોટી ખંડણી યોજના ગણાવનાર રાહુલ ગાંધીને અમિત શાહે  આપ્યો આ જવાબ

એક ઈન્ટરવ્યુમાં રાહુલ ગાંધીએ ઈલેક્ટોરલ બોન્ડને 'દુનિયાની સૌથી મોટી ખંડણી યોજના' ગણાવી હતી.રાહુલ ગાંધી સહિત સમગ્ર વિપક્ષ ઇલેકટોરલ બોન્ડ પર સવાલ ઉઠાવી રહ્યો છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આનો જવાબ આપતા કહ્યું કે શું વિપક્ષી પાર્ટીઓ ચૂંટણી બોન્ડ દ્વારા મળેલા દાનને પણ વસુલી કહેશે.

 

 

-- વિપક્ષ ભ્રમ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે :- અમિત શાહે કહ્યું કે, 'તેમની પાર્ટીને ચૂંટણી બોન્ડ દ્વારા દાન મળ્યું છે. શું એ પણ વસૂલી? રાહુલ ગાંધીએ લોકોને આનો જવાબ આપવો જોઇએ . અને સાંસદોની સંખ્યાના પ્રમાણમાં તેમને જે દાન મળ્યું છે તે અમને મળેલા દાન કરતાં વધુ છે. તેમની પાસે કોઈ મુદ્દા નથી અમારા પર ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી. એટલા માટે તેઓ ભ્રમ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

 

તેઓ સફળ થશે નહીં.લોકસભા ચૂંટણીની વચ્ચે હાલ દેશભરમાં ઈલેક્ટોરલ બોન્ડને લઈને હોબાળો ચાલી રહ્યો છે. વિપક્ષ ઇલેક્ટરોલ બોન્ડને લઈને સરકાર પર સતત સવાલો ઉઠાવી રહ્યો છે. વિપક્ષના આરોપોનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ જવાબ આપ્યો હતો.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!