Dark Mode
Image
  • Monday, 20 May 2024

જેલમાંથી બહાર આવ્યા બાદ ભાજપ અને પીએમ મોદી સામે ગર્જયા સંજયસિંહ, જાણો શું કહ્યું

જેલમાંથી બહાર આવ્યા બાદ ભાજપ અને પીએમ મોદી સામે ગર્જયા સંજયસિંહ, જાણો શું કહ્યું

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યાના એક દિવસ બાદ બુધવારે સાંજે સંજય સિંહ જેલમાંથી બહાર આવ્યા હતા. તેમણે કહ્યું કે આ ઉજવણીનો સમય નથી પરંતુ સંઘર્ષ કરવાનો છે. તેમની ટિપ્પણી ત્યારે આવી જ્યારે પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં જેલની બહાર AAP સાંસદનું અભિવાદન કરવા માટે એકઠા થયા હતા.

 

-- અરવિંદ કેજરીવાલના ઘરે પણ ગયા, સુનીતા કેજરીવાલના ચરણ સ્પર્શ કર્યા

જેલમાંથી બહાર નીકળ્યા બાદ તે તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે દિલ્હીના મુખ્યમંત્રીની પત્ની સુનીતા સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન તેમણે સુનીતા કેજરીવાલના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. આ પછી સંજય સિંહ AAP હેડક્વાર્ટર પહોંચ્યા અને ત્યાં તેમણે ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું.

 

-- જો જીતના ભ્રષ્ટાચારી, વો ઉતના પદાધિકારીઃ સંજયસિંહ

તેમણે કહ્યું ભાજપ અરવિંદ કેજરીવાલનું રાજીનામું ઇચ્છે છે પરંતુ કેજરીવાલ રાજીનામું નહીં આપે.. સાથે જ સંજયસિંહે કહ્યું કે હું છ મહિના જેલમાં રહીને આવ્યો છું..મેં ભાજપ વિરુદ્ધ ઘણા બધા નારા તૈયાર કર્યા છે.. તેમાંથી એક નારો છે ‘જો જીતના ભ્રષ્ટાચારી, વો ઉતના પદાધિકારી’
સંજય સિંહે કહ્યું મેં સુનિતાભાભીની આંખમાં પહેલીવાર આંસુ જોયા છે..ભગવાન આનો બદલો લેશે.

 

-- અમે ડરતા નથી - સંજય સિંહ
સંજય સિંહે કહ્યું કે અમે આંદોલનમાંથી ઉભરી રહેલી પાર્ટી છીએ, અમે કોઈનાથી ડરતા નથી. તેમણે કહ્યું, "આપ ચીફ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને જેલમાં મોકલવામાં આવ્યા કારણ કે તેઓ દિલ્હીના લોકોને સારું શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધાઓ, મફત બસ મુસાફરીની સુવિધા અને મહિલાઓને 1 હજાર રૂપિયાનો લાભ વગેરે આપવા માંગતા નથી"

 

 

-- શું દાવો કર્યો?

સંજય સિંહે દાવો કર્યો હતો કે ભાજપ આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે. પાર્ટી હેડક્વાર્ટર ખાતે કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું, "તેમનો (ભાજપ) ઉદ્દેશ્ય AAPને ખતમ કરવાનો છે. તેઓએ દેશમાં અત્યાચાર ફેલાવ્યો છે. અમારા મનમાં કોઈ પ્રકારનો ડર નથી.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!