વોટિંગ કરનાર દરેકને ભોજનના બિલમાં ૭ થી ૧૦ %નું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત
ગુજરાતમાં આવતીકાલે લોકસભા ચૂંટણીનું મતદાન યોજાવવાનું છે. વધુમાં વધુ લોકો મતદાન મથક પર પહોંચી વોટિંગ કરે તે માટે ચૂંટણીપંચ દ્વારા અનેક પ્રયાસો કરાયા છે. ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશને વધુમાં વધુ મતદાન માટેના આ પ્રયાસમાં મોટુ યોગદાન પુરુ પાડ્યું છે.
૭ થી ૧૦ %નું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત
લોકશાહીના આ પર્વમાં સહભાગી થઇને વધુમાં વધુ મતદાન માટે ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશનના સભ્યોએ અનોખી પહેલ કરી છે. લોકશાહીના આ પર્વની ગર્વભેર ઉજવણી થાય અને લોકો વધુમાં વધુ મતદાન કરે એ ઉદ્દેશ્યથી ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશન દ્વારા મતદાન કરેલ દરેક મતદાતાને મતદાનના દિવસે ભોજનના બિલમાં ૭ થી ૧૦ %નું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે અને વધુમાં વધુ મતદાન થાય એ માટેની તમામ કામગીરીમાં સહભાગી બનવાની ખાતરી પણ આપવામાં આવી છે. આમ, ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશન દ્વારા સૌ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવા અપીલ કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે લોકસભા સામાન્ય ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી શકે એ માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશનના સભ્યો પણ સહભાગી થયા છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!