Dark Mode
Image
  • Monday, 20 May 2024

ગુજરાતના બાવળા બગોદરા હાઈવે પર થયો ગમખ્વાર અકસ્માત

આજનો દિવસ ગોઝારો સાબિત થયો છે. બાવળા બગોદરા રોડ પર ગોઝારો અકસ્માતમાં 10 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. બાવળા બગોદરા હાઈવે પર ટ્રક-છોટા હાથી વચ્ચે ગમખ્વાર અકસ્માત. બાવળા-બગોદરા હાઈવે મોતની ચીચીયારીઓથી ગૂંજી ઉઠ્યો

 

બાવળા બગોદરા હાઈવે, ગુજરાત

                          આજનો દિવસ ગોઝારો સાબિત થયો છે. બાવળા બગોદરા રોડ પર ગોઝારો અકસ્માતમાં 10 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. બાવળા બગોદરા હાઈવે પર પંચર પડેલી ટ્રક રોડ પર ઉભી હતી, ત્યારે ટ્રક પાછળ છોટા હાથી ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આજે થયેલાઅકસ્માતમાં છોટા હાથીમાં સવાર 10 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં 5 મહિલા, 3 બાળકો અને 2 પુરુષોના મોત થયા છે. અકસ્માતમાં છોટા હાથીની અંદર આગળ 3 લોકો અને પાછળ 10 લોકો બેઠા હતા, જેમાંથી 10 મુસાફરોના મોત નિપજ્યા છે. તેમજ 3 ઘાયલોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા છે. 10 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજતા વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ છે.

 


અકસ્માતમાં જે લોકોના મોત થયા છે તે તમામ લોકો ચોટીલાથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા. તમામ લોકો કપડવંજના સુણદા ગામના વતની હોવાનું સામે આવ્યું છે.આજે થયેલા અકસ્માતને પગલે બાવળા બગોદરા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. હોસ્પિટલમાં હાલ તમામ 10 મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ અકસ્માતને પગલે હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. તો બીજી તરફ બાવળા બગોદરા હાઈવે પર ટ્રાફિક જામથી અન્ય નાગરિકો અટવાયા છે.

 


આજે થયેલો આ અકસ્માત બાવળા-બગોદરા વચ્ચે અને અમદાવાદથી 50 કિમી દૂર અકસ્માત થયો છે. આજે થયેલા આ અકસ્માતના જાણ થતા જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે તાત્કાલિક મૃતકોને ગાડીમાંથી બહાર કાઢાયા હતા. તો બીજી તરફ હાઈવે પર ટ્રાફિક હળવો કરવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી.

 

  • આજે બાવળા બગોદરા હાઈવે બન્યો મોતનો હાઈવે
  • ટ્રક-છોટા હાથી વચ્ચે ગમખ્વાર અકસ્માત
  • ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોનાં મોત
  • હાઈવે ફરી એકવાર બન્યો રક્તરંજિત
  • બાવળા-બગોદરા હાઈવે મોતની ચીચીયારીઓથી ગૂંજી ઉઠ્યો
  • ચોટીલા દર્શન કરવા ગયો હતો કપડવંજનો પરિવાર

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!