Dark Mode
Image
  • Thursday, 02 May 2024

ACB ગુજરાતે પોલીસ કોન્સ્ટેબલને લાંચના કેસમાં ઝડપી લીધો

ACB ગુજરાતે પોલીસ કોન્સ્ટેબલને લાંચના કેસમાં ઝડપી લીધો

બુલેટિન ઈન્ડિયા જામનગર : ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ આજે જામનગરના પોલીસ હેડક્વાટરમાં તૈનાત એક હેડ કોન્સ્ટેબલને રૂ.15 હજારની લાંચ લેવાના ગુનામાં ઝડપી પાડ્યો હતો.કેસની વિગત મુજબ શહેરના પોલીસ હેડકવાર્ટરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા.

 

 

આરોપી બાદલભાઇ નિલેશભાઇ ચોટલીયાએ અગાઉ ફરિયાદીના સંબંધીને દારૂની બોટલ સાથે પકડી પાડયા હતા. ત્યાર બાદ આરોપીઓએ કેસ ઉકેલવાના બદલામાં 15 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જ્યારે ફરિયાદીએ આવી રકમ ચૂકવવામાં અસમર્થતા દર્શાવી ત્યારે આરોપીએ તેના બદલે ઘઉં અને જીરૂની માંગણી કરી હતી.

 

 

જેને પગલે ફરિયાદીએ દરખાસ્ત કરી હતી કે, આરોપી રૂ.15,000નો ઉપયોગ કરીને ઘઉં ખરીદે.જો કે ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ ટ્રેપ ઓપરેશનમાં આરોપી રૂ.15 હજારની લાંચ લેતા અને આજીજી કરતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!