મતદાન કરનાર દરેકને 7 ટકા ડિસ્કાઉન્ટ: ભાવનગર સ્વીટ અને ફરસાણ એસોસિએશન દ્વારા
વધુમાં વધુ મતદાન થાય એ માટે ચૂંટણીપંચ દ્વારા લોકોમાં જાગૃતિ માટે અનેક પ્રયાસો કરાયા છે. ભાવનગરના વેપારીઓ દ્વારા પણ આ પ્રયાસમા સહયોગ આપવામાં આવ્યો છે..ભાવનગરમાં તંત્રની સાથે મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બનવા ભાવનગર સ્વીટ અને ફરસાણ એસોસિએશન દ્વારા અલગ-અલગ પ્રકારની ઓફર અજમાવી મતદાન જાગૃતતા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
7 તારીખે મતદાન, 7 ટકા ડિસ્કાઉન્ટ
સ્વીટ અને ફરસાણ એસોસિએશન હેઠળની દુકાનોમાં રહેલા તમામ સ્વીટ, નમકીન પર મતદાન જાગૃતિના આશરે દોઢ લાખ જેટલા સ્ટીકરો લગાવી લોકોમાં મતદાન જાગૃતિ ફેલાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભાવનગર સ્વીટ એન્ડ ફરસાણ એસોશિયએશને જણાવ્યુંકે, અમે મતદાન જાગૃતિ માટે આ નવતર પ્રયોગ કરી રહ્યાં છીએ. સાત તારીખ છે મતદાનની એટલે અમે મતદારોને 7 ટકા ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે.
મતદાનની શાહીવાળી આંગળી બતાવી ડિસ્કાઉન્ટ મેળવો
એસોસિએશ સાથે જોડાયેલા અગ્રણીઓએ કહ્યું કે મતદાનના દિવસે જે લોકો મતદાન કરી અને સ્વીટ કે નમકીન ની ખરીદી કરવા આ દુકાનો પર જશે અને મતદાનની શાહી વાળી આંગળી દુકાનદારને બતાવશે તે ગ્રાહકને સ્વીટ, નમકીન માં 7 ટકા નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આમ લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધે તે માટે ભાવનગર સ્વીટ અને ફરસાણ એસોસિએશન દ્વારા અલગ નુસખો અજમાવવામાં આવ્યો છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!