Dark Mode
Image
  • Thursday, 16 May 2024

સાબરમતી રિવરફ્રન્ટ પર AMCના ફ્લાવર શોમાં 7 લાખ લોકોએ મુલાકાત લીધી

સાબરમતી રિવરફ્રન્ટ પર AMCના ફ્લાવર શોમાં 7 લાખ લોકોએ મુલાકાત લીધી

બુલેટિન ઈન્ડિયા સાબરમતી : અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા ફ્લાવર શોની અત્યાર સુધીમાં 7 લાખ લોકોએ મુલાકાત લીધી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા વાર્ષિકોત્સવમાં ગત વર્ષની સરખામણીએ 20 ટકા વધુ ફુટફોલ જોવા મળ્યો છે.લોકો માત્ર મુલાકાત જ નહીં પરંતુ ફ્લાવર શોમાં સ્ટોલ્સમાંથી ફૂલો અને ઇન્ડોર છોડ પણ ખરીદી રહ્યા છે. નાગરિક સંસ્થાએ ફ્લાવર શોમાંથી ૨.૮૦ કરોડથી વધુની કમાણી કરી છે.

 

 

ફ્લાવર શોમાં માત્ર અમદાવાદના જ નહીં.પરંતુ દેશ-ગુજરાતની મુલાકાતે આવતા એનઆરઆઇ અને વિદેશી પ્રવાસીઓએ પણ હાજરી આપી છે. કેરળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ, બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તેમજ કેન્યા, અમેરિકા, જર્મની અને ફ્રાન્સના લોકોએ પણ આ શોની મજા માણી છે.

 

 

એક સ્પર્ધાના ભાગરૂપે ફલાવર શોની મુલાકાત લેતા અને પાલિકાને ટેગ કરતા લોકોએ લીધેલી બેસ્ટ સેલ્ફીનું ઇનામ પાલિકાએ જાહેર કર્યું છે. આ પહેલના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાની તસવીરો સાથે પાલિકાને ટેગ કરી રહ્યા છે. સૌથી વધુ ટેગ કરવામાં આવેલી તસવીરોમાં સરદાર પટેલ, મોઢેરાનું સૂર્ય મંદિર, કાર્ટૂન કેરેક્ટર્સ અને ગ્રીન વોલનો સમાવેશ થાય છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!