Dark Mode
Image
  • Tuesday, 30 April 2024

ગ્રીન સીટી ગાંધીનગરનો આજે 59મો સ્થાપના દિવસ || 59th foundation day of Green City Gandhinagar today ||

ગ્રીન સીટી ગાંધીનગરનો આજે 59મો સ્થાપના દિવસ || 59th foundation day of Green City Gandhinagar today ||

ગ્રીન સીટી ગાંધીનગરનો આજે 59મો સ્થાપના દિવસ

 

ગાંધીનગર એટલે ગ્રીન સીટી શહેર તરીકે ઓળખાય છે. ગાંધીનગરની સ્થપના ૨જી ઓગસ્ટ ૧૯૬૫નાં રોજ કરવામાં આવી હતી.  ગાંધીનગરમાં 100.092 સ્ક્વેર કિલોમીટરનો ફોરેસ્ટ એરિયા છે. ઉપરાંત 90.69 સ્ક્વેર મીટરનો ઓપન ફોરેસ્ટ એરિયા અને 37.84 સ્ક્વેર મીટરમાં સ્ક્રબ એટલે કે નાનું ઘાસ છે. ગાંધીનગરની પ્રથમ ઈંટ જીઇબી કોલોની ખાતે મુકાઈ હતી.આજે ગાંધીનગરને ૫ દાયકાની સફરમાં હરણફાળ વીકાસ કર્યો છે. જેના કારણે જ ગુજરાત તેમજ અન્ય રાજ્યનો લોકોને પણ ગાંધીનગરમાં એક ઘર લેવાનું સપનું હોય છે. આજે ગાંધીનગર એક અલગ ઓળખ પ્રસ્તાપિત કરી ચુક્યું  છે.

 

 ગાંધીનગરને જ કેમ બનાવ્યું ગુજરાતનું પાટનગર?

 

 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે પહેલું પાટનગર અમદાવાદ બન્યું, પરંતુ અલગ ગુજરાત રાજ્ય સ્થાપવાનું નક્કી થયું ત્યારે આપણા પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાને એવો વિચાર આવ્યો કે આંધ્રપ્રદેશમાં જેમ સિકંદરાબાદ બન્યું, પંજાબમાં જેમ ચંદીગઢ બન્યું એ રીતે નવનિર્મિત ગુજરાતનું પાટનગર પણ નવું હોવું જોઇએ, કારણ કે સંયુક્ત મુંબઇ રાજ્યમાંથી અલગ થતાં મહારાષ્ટ્રને 'મુંબઇ' જેવું સમૃદ્ધ શહેર પાટનગર તરીકે તૈયાર મળતું હતું, તેથી મહારાષ્ટ્ર રાજ્યે આ માટે 10 કરોડ રૂપિયા ગુજરાતને આપ્યા. ત્યાર બાદ ગુજરાતની અનેક જુદી જુદી જગ્યાઓ જોઇને ચકાસણી કર્યા બાદ અંતે ગુજરાતના નવા પાટનગર તરીકે ગાંધીનગરની પસંદગી કરવામાં આવી હતી.

 

 વેકેશનમાં ૨ લાખ લોકો ગાંધીનગરની કરે છે વીજીટ

 

 પાટનગરમાં આવેલ મહાત્મા મંદિર ખાતે આજે દેશ-વિદેશનાં નેતાઓની આવજા રહે છે.ગાંધીનગરની શોભા વધારતું અક્ષ્રરધામ મંદિર ખાતે આજે દેશ-વિદેશથી લોકો ફરવા માટે આવે છે. શહેરમાં અનેક ટૂરિઝમ ડેસ્ટિનેશન છે, જેમ કે ધાર્મિક સ્થળ તરીકે અક્ષરધામ મંદિર, નૈસર્ગિક સ્થળ તરીકે ઇન્દ્રોડા પાર્ક, હેરિટેજ પ્લેસ તરીકે અડાલજની વાવ અને ગાંધીજીના સમગ્ર જીવનને ડોક્યુમેન્ટરી તરીકે દર્શાવતું દાંડી કુટીર મ્યુઝિયમ ખૂબ જ જાણીતા છે. વેકેશનમાં ગાંધીનગરમાં 2 લાખથી વધુ ટૂરિસ્ટ ફરવા આવ્યા હતા. વાઇબ્રન્ટ સમિટને કારણે મહાત્મા મંદિરમાં વિદેશી મહાનુભાવોની અવરજવર પણ વધી છે. ટૂરિસ્ટ પણ મહાત્મા મંદિરની મુલાકાત લેવા મોટી સંખ્યામાં આવે છે. ગુજરાતમાં ૮ મહાનગરપાલિકાઓ આવેલી છે જેમાં એક ગાંધીનગર મહાનગરપાલિકાનો પણ સમાવેશ થાય છે. ગાંધીનગર મહાનગરપાલિકા ૨૦૧૧માં લાગુ કરવામાં આવી હતી,સાથે રાજ્યનો સમગ્ર વહીવટ પણ ગાંધીનગર ખાતે આવેલ નવા સચિવાલય ખાતેથી કરવામાં આવે છે.

 

 ગાંધીનગરમાં મેટ્રો રેલ સહીતની ઉભી થઇ રહી છે વ્યવસ્થા

 

 ગાંધીનગરની નવીન વિષેશતાની વાત કરીએ તો આજે મેટ્રો રેલ, કેપિટલ રેલવે સ્ટેશન જેવા 6 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટ આકાર પામી રહ્યા છે. ગિફ્ટ સિટી આકાર પામતાં ગાંધીનગર હવે સિંગાપોર જેવું દેશનું પ્રથમ આર્થિક હબ બનવા જઈ રહ્યું છે.સાથે જ વહીવટી રાજધાની હોવાની સાથે 10થી વધુ પ્રીમિયમ યુનિવર્સિટીથી ગાંધીનગર એજ્યુકેશન હબ પણ બની રહ્યું છે. ગાંધીનગરનું ગિફ્ટ સિટી દેશનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર બન્યું છે. ગિફ્ટ સિટી 741 એકરમાં ફેલાયેલું છે.અહીં નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) છે. ભારતીય બેંકો ઉપરાંત બેન્ક ઓફ અમેરિકા જેવી 3 ઇન્ટરનેશનલ બેંક છે. જે. પી. મોર્ગન, મોર્ગન સ્ટેન્લી, ગુગલ જેવી મોટી કંપનીઓની નજર ગિફ્ટ સિટી તરફ છે.

 

 ગ્રીન સીટી એટલે ગાંધીનગર

 

 ગાંધીનગર એની હરિયાળીને કારણે પણ ખૂબ જ જાણીતું છે. અન્ય મોટાં શહેરોની સરખામણીએ અહીં સૌથી ઓછું પ્રદૂષણ જોવા મળે છે. કેટલાક લોકો આ શહેરને શાંત સિટી પણ કહે છે. જોકે માત્ર આ જ ખાસિયતો નહીં, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગાંધીનગરમાં સ્થાપિત થયેલા નવા પ્રોજેક્ટ્સને કારણે પણ આ શહેર આજે વિશ્વભરમાં જાણીતું બન્યુ છે, જેમાં મહાત્મા મંદિર, ગિફ્ટ સિટી, ટોય મ્યુઝિયમ તેમજ તાજેતરમાં જ બનેલા 5 સ્ટાર હોટલ સાથેનું રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. વર્ષ 2011માં બનેલા મહાત્મા મંદિરના નિર્ણય બાદ ગાંધીનગર શહેરની કાયાપલટ શરૂ થઈ હતી. મહાત્મા મંદિરમાં દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે તેમજ દર બે વર્ષે થતું વાઈબ્રેન્ટ ગુજરાત પણ મહાત્મા મંદિરમાં જ યોજવામાં આવે છે, જ્યાં દેશ-વિદેશના બિઝનેસનમેન ભાગ લેવા માટે છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!