Dark Mode
Image
  • Monday, 20 May 2024

સુરેન્દ્રનગરમાં પાકિસ્તાનથી આવેલા હિન્દુ કુટુંબોના 53 સભ્યો ભારતની નાગરિક્ત્વની રાહ જોઈ રહ્યા છે

સુરેન્દ્રનગરમાં પાકિસ્તાનથી આવેલા હિન્દુ કુટુંબોના 53 સભ્યો ભારતની નાગરિક્ત્વની રાહ જોઈ રહ્યા છે

સુરેન્દ્રનગરમાં પાકિસ્તાનથી આવેલા હિન્દુ કુટુંબોના 53 સભ્યો ભારતની નાગરિક્ત્વની રાહ જોઈ રહ્યા છે


ઝડપથી ભારતીય નાગરીક્તા આપવામાં આવે તે માટે અમે સરકારને વિનંતી


સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાનાં સરલા ગામે ૨૦૦૧મા આવેલ હિન્દુ પરિવારના મુખ્ય વ્યક્તિ એવા વેરશીભાઈ જેમલભાઈ કોળી એ જણાવ્યું હતું કે તેઓ પાકિસ્તાનના સિંધ પ્રદેશના બદની જિલ્લામાં રહેતા હતા. પરંતુ ત્યાં બહેન દિકરીઓ સાથે થતા દુર્વ્યવહાર છેડતી જેવી ઘટનાઓથી કંટાળી તેઓ કચ્છ બોર્ડર થી ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી ભારતમાં પ્રવેશ્યા હતા.


કચ્છ પોલીસે ૧૮ મહિના સુધી નજરકેદ રખાયા બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને સોંપ્યા


આ દરમિયાન તેમને ભારતીય સેનાએ પકડીને પૂછપરછ કરી કચ્છ પોલીસને સોંપ્યા હતા. ૧૮ મહિના સુધી નજરકેદ રખાયા બાદ કચ્છ પોલીસે અમને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને સોંપી મુળી તાલુકાનાં સરલા ગામે વસવાટ માટે મોકલવામાં આવ્યા હતા. હાલ અમે 53 લોકોનો પરિવાર અહીં રહીએ છીએ જોકે, હજી સુધી અમને ભારતની નાગરીક્તા મળી નથી.


૧૯૯૫માં અમે પાકિસ્તાન છોડી ભારત આવ્યા હતા અને પાંચ વર્ષ સુધી કચ્છમાં રહ્યા


ત્યારે અમને ઝડપથી ભારતીય નાગરીક્તા આપવામાં આવે તે માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે, ૧૯૯૫માં અમે પાકિસ્તાન છોડી ભારત આવ્યા હતા. પાંચ વર્ષ સુધી કચ્છમાં રહ્યા અને 2001થી અમે સરલા મૂળી ખાતે વસવાટ કરીએ છીએ. આજે 28 વર્ષ પુર્ણ થાય છે પરંતુ એક હિન્દુ કુટુંબોને હિન્દુસ્તાનમાં નાગરીકતા મળતી નથી.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!