Dark Mode
Image
  • Sunday, 19 May 2024

જાણીતાં તમિલ અભિનેતાની 16 વર્ષીય દીકરીએ કરી આત્મહત્યા : ડિપ્રેશનનો હતી શિકાર

જાણીતાં તમિલ અભિનેતાની 16 વર્ષીય દીકરીએ કરી આત્મહત્યા : ડિપ્રેશનનો હતી શિકાર

-- વિજય એન્ટની તમિલ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. અભિનેતાની 16 વર્ષની દીકરી મીરાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી :

 

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. કંપોઝર, એક્ટર અને પ્રોડ્યુસર વિજય એન્ટનીની 16 વર્ષીય પુત્રી મીરાનું અવસાન થઈ ગયું છે.મીરાએ મંગળવાર, 19 સપ્ટેમ્બરે સવારે ગળેફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું છે.મીડિયા અહેવાલ અનુસાર, મીરાએ ચેન્નાઈ સ્થિત તેનામ્પેટ વિસ્તારમાં આવેલા પોતાના ઘરમાં આત્મહત્યા કરી છે. તેના મૃતદેહને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. મીરા ડિપ્રેશનનો શિકાર હતી અને તેની સારવાર પણ લઈ રહી હતી.

16 વર્ષની દીકરીના અવસાનથી એક્ટર વિજય એન્ટની અને તેમનો પરિવાર આઘાતમાં છે. સવારે 3 વાગ્યે પરિવારને મીરાના મૃત્યુ અંગે જાણ થઈ હતી. હાઉસ હેલ્પે મીરાના રૂમમાં તેની બોડી જોઈ હતી. પોલીસ હાલ આ અંગે તપાસ કરી રહી છે. વિજય અને તેના પરિવારે આ અંગે ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપ્યું.16 વર્ષની મીરા ચેન્નાઈની એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તેના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો અને ચાહકોએ આ ઘટના અંગે શોક વ્યક્ત ર્ક્યો છે. સોશિયલ મીડિયા પર તેઓ એક્ટર અને તેના પરિવારને હિંમત આપી રહ્યા છે.

 

કોણ છે વિજય એન્ટની? વિજય એન્ટની તમિલ સિનેમામાં મોટું નામ છે. તેઓ ફેમસ કંપોઝર છે. વર્ષો સુધી એક મ્યુઝિક કંપોઝર તરીકે કામ કર્યા બાદ તેઓ પ્રોડ્યુસર, એક્ટર, સિંગર, લિરિસિસ્ટ, એડિટર, ઓડિયો એન્જિનિયર અને ડિરેક્ટર બન્યા હતા. 2005માં વિજય એન્ટનીએ મ્યુઝિક કંપોઝર તરીકે ડેબ્યુ કર્યું હતું. તેઓ ભારતના પહેલાં મ્યુઝિક ડિરેક્ટર છે જેમણે 2009માં બેસ્ટ મ્યુઝિક કેટેગરીમાં સોંગ ‘નાકા મુક્કા’ માટે કાન્સ ગોલ્ડન લોયન એવોર્ડ જીત્યો હતો.

તેમનું આ ગીત 2011 ક્રિકેટ વર્લ્ડ કપમાં પ્લે કરવામાં આવ્યું હતું.2012માં તેમણે મૂવી ‘નાન’થી અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. વિજય એન્ટનીને લોકો એક્શન થ્રિલર ફિલ્મ સલીમ અનેPichaikkaran થકી ઓળખે છે. વિજયની પત્ની ફાતિમા અભિનેતાનું પ્રોડક્શન હાઉસ સંભાળે છે. મીરા ઉપરાંત તેમને લારા નામની બીજી દીકરી પણ છે. વિજય એન્ટની

 

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!