Dark Mode
Image
  • Friday, 03 May 2024
હળવદમાં ઈલેક્ટ્રિક શોક લાગતા ત્રણને ઈજા, એકની હાલત ગંભીર

હળવદમાં ઈલેક્ટ્રિક શોક લાગતા ત્રણને ઈજા, એકની હાલત ગંભીર


- ઈલેવન કેવી હટાવવાની લોકમાંગ સામે તંત્ર મૌન

- સોસાયટીમાં વાઈફાઈનું એન્ટેના ફિટ કરતા સમયે અકસ્માત સર્જાયો

હળવદ : હળવદમાં વાઇફાઇનું એન્ટેના ફીટ કરતા ત્રણ લોકોને ઇલેક્ટ્રીક શોક લાગ્યા હતા. જેમાં બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે એકની હાલત ગંભીર હતી.

હળવદ પ્રમુખસ્વામી નગરમાં શનિવારે ત્રણ વ્યક્તિઓ વાઇફાઇનું એન્ટેના ફીટ કરી રહ્યા હતા ત્યારે ઇલેવન કેવીને અડી જતા ત્રણેયને શોક લાગ્યો હતો. 

ખેતા લાડું સોલંકી (રહે.ભવાનીનગર ઠોરો,હળવદ)ને ગંભીર ઈજાઓ પહોંચતા હળવદની ખાનગી હોસ્પિટલમાંથી અમદાવાદ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જ્યારે જોરૂ વિના સોલંકી અને જીતેન્દ્રભાઈ પ્રવિણભાઇ ગોસ્વામીને સામાન્ય ઈજાઓ પહોંચતા તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. 

નોંધનીય છે કે ઇલેવન કેવી હટાવવા સોસાયટી વિસ્તારના લોકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં પીજીવીસીએલ તંત્રનું પેટનું પાણી હલતું નથી એવા આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા. 

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!