Dark Mode
Image
  • Saturday, 04 May 2024
યુનિવર્સિટીમાં 65 એપ્રેન્ટીસની ભરતી માટે 250 ઉમેદવારોએ પરીક્ષા આપી

યુનિવર્સિટીમાં 65 એપ્રેન્ટીસની ભરતી માટે 250 ઉમેદવારોએ પરીક્ષા આપી


- બાહ્ય અભ્યાસક્રમ બિલ્ડીંગમાં એમસીક્યુ ટેસ્ટમાં 155 ગેરહાજર

- 60 માર્કસની લેખીત પરીક્ષા બાદ 40 માર્કસની ટાઇપીંગ ટેસ્ટ તા.16 ના રોજ લેવાશે, મેરીટના આધારે નિમણૂંક

ભાવનગર : એમ.કે. ભાવનગર યુનિવર્સિટીમાં ૬૫ જગ્યા માટે એપ્રેન્ટીસ ભરતી અમલી બનાવાય છે જેમાં અરજી કરેલ ૪૦૫ ઉમેદવારમાંથી આજે એમસીક્યુની પરીક્ષામાં ૨૫૦ ઉમેદવાર હાજર રહ્યા હતાં. જ્યારે તા.૧૬ને રવિવારે ટાઇપ ટેસ્ટની પરીક્ષા લઇ મેરીટના ધોરણે ઉમેદવારોને ભરતી કરાશે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગર ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માટે એપ્રેન્ટીસની ભરતી કરવા સંદર્ભે આજે સંસ્થાના બાહ્ય અભ્યાસક્રમ વિાગ ખાતે એપ્રેન્ટીસની એમસીક્યુ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ જેમાં ૪૦૫ ઉમેદવારી પૈકી ૨૫૦ ઉમેદવારો હાજર રહેલ. આ પરીક્ષાનું આયોજન મહેકમ વિભાગ દ્વારા કરવામાં આવેલ હતું. પરીક્ષામાં સંસ્થાના એક્ઝીક્યુટીવ કાઉન્સિલ સભ્યો તથા અધિકારીઓ ઉપસ્થિત રહી ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યાં હતાં. સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલ હતી. વધુમાં સંસ્થા દ્વારા એપ્રેન્ટીસની ભરતી સંદર્ભે રચાયેલ કમિટીના સભ્ય ડો.ડી.આર. ગોધાણી, ડો.પી.એમ. ડોલિયા, એસ.આર. દ્વિવેદી તથા પરેશભાઇ રાઠોડ પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. એપ્રેન્ટીસની એમસીક્યુ પરીક્ષામાં ક્વોલીફાઇંગ માર્કસ મેળવનાર ઉમેદવારોની યાદી તથા તેઓના ટાઇપ ટેસ્ટ માટેના એડમિટ કાર્ડ સંસ્થાની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે આથી દરેક ઉમેદવારોએ સંસ્થાની વેબસાઇટ નિયમિત મુલાકાત લેવાની રહેશે તેમ જણાવ્યું હતું.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!