Dark Mode
Image
  • Friday, 03 May 2024
મોટા ખુંટવડાના રહિશોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં દુર્લક્ષ સેવાતા રોષ

મોટા ખુંટવડાના રહિશોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં દુર્લક્ષ સેવાતા રોષ


- ગ્રામ પંચાયતની ઉદાસીનતા લોકોમાં ટીકાને પાત્ર બની 

- નિયમીતપણે કરવેરા વસુલવામાં આવતા હોવા છતા લોકોને સગવડતાઓ આપવામાં તંત્રના અખાડા

મોટા ખુંટવડા : ૧૭ હજાર ઉપરાંત વસ્તી ધરાવતા મહુવા તાલુકામાં આવેલા મોટા ખુંટવડા ગામમાં અત્યંત આવશ્યક ગણાતી પ્રાથમિક સુવિધાઓ ગ્રામજનોને આપવામાં ગ્રામ પંચાયત દ્વારા લાંબા સમયથી દુર્લક્ષ્ય સેવવામાં આવતુ હોવાની વ્યાપક પ્રમાણમાં રાવ ઉઠવા પામેલ છે. સત્તાતંત્રની આ અંગેની ઉદાસીનતા લોકોમાં ટીકાને પાત્ર બની રહી છે.

મહુવા તાલુકાના મોટા ખુંટવડાના ગ્રામજનોને સફાઈ, પાણી અને લાઈટ વગેરે જાહેર સુખાકારીની સુવિધાઓ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતી નથી.  એટલુ જ નહિ સ્થાનિક રહિશો માટે ખુબ જ મહત્વપુર્ણ ગણાતી સેવા આપવામાં અકારણ વિલંબ દાખવવામાં આવી રહેલ છે. લોકોના સુખસુવિધાઓના કામો તરફ પંચાયત દ્વારા પુરતા પ્રમાણમાં ધ્યાન આપવામાં આવતુ નથી. ગામના તમામ વોર્ડના વિવિધ રહેણાંકીય વિસ્તારોમાં તેમજ મુખ્ય બજારોમાં સ્ટ્રીટલાઈટો શોભાના ગાંઠીયાની જેમ સદંતર બંધ હાલતમાં છે. ગામમાં આવેલી ડ્રેનેજની લાઈનો ભૂગર્ભમાં ન હોય બહાર જ છે એટલુ જ નહિ ગામની ડ્રેનેજની લાઈનમાં વહેતા ગંદા પાણીના કાયમી નિકાલની કોઈ જ યોજના આજની તારીખે પણ કરવામાં આવી નથી. ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો પાસેથી વર્ષોથી નિયમીતપણે નિયત સમયે લાઈટ, પાણી, સફાઈના વેરાની ઉઘરાણી કરવામાં આવી રહેલ છે. આ ઉપરાંત સરકાર દ્વારા પણ આ ઉપરોકત આવશ્યક સુવિધાઓના કાર્યો માટે ગ્રાન્ટની ફાળવણી કરાતી હોય છે. તેમ છતાં લોકઉપયોગી કોઈ કામો થતા જ નથી. ગંદકી, ઉકરડાઓ ઠેર-ઠેર હોવાથી લોકો બિમાર પડે છે. ખાનગી દવાખાનાઓ દર્દીઓની કતારો જોવા મળે છેે. સ્થાનિક સરકારી દવાખાનામાં ડોકટર્સ નીયમીત મળતા નથી તેમજ કેટલીક દવાઓનો પુરતો સ્ટોક હોતો જ નથી. શાકભાજીના વિક્રેતાઓ પાસેથી વર્ષોથી નીયમીત ફી ઉઘરાવાય છે તેમ છતાં તેઓને રોડ પર જ બકાલા વેચવા બેસવુ પડે છે. ગામના તમામ સમાજ સાથે હરીજન અને વાલ્મિકી લોકોની પણ આ જ હાલત છે. આ ગંભીર બાબતે રાજય, જિલ્લા કે તાલુકા લેવલના ચૂંટાયેલા કોઈ પ્રતિનિધિ આ ગામની મુલાકાત લેવાની પણ તસ્દી લેતા ન હોય લોકોમાં સત્તાતંત્ર સામે આક્રોશ ભભૂકી ઉઠયો છે. 

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!