Dark Mode
Image
  • Friday, 03 May 2024
મેઘરાજાએ ફરી રૌદ્ર સ્વરૂપ દેખાડતા જામનગર જળબંબાકાર, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

મેઘરાજાએ ફરી રૌદ્ર સ્વરૂપ દેખાડતા જામનગર જળબંબાકાર, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા


ભારે વરસાદના પગલે મેદાનો બન્યા તળાવ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ : સત્યનારાયણ મંદિરની ક્ષતિગ્રસ્ત દિવાલનો વધુ હિસ્સો ધસી પડતાં દોડધામ: મોહનનગર,નારાયણનગર વિસ્તારમાં દોઢ ફૂટની દીવાલ તોડી પાણીનો નિકાલ કરાયો 

 જામનગર, : જામનગર શહેરમાં આજે મેઘરાજાએ ફરી રૌદ્ર સ્વરૂપ  બતાવતા અનરાધાર વરસાદના પગલે નચાણ વાળા વિસ્તારમાં અનેક ઘરો, દુકાનોમાં પાણી ભરાયા છે.જામનગર શહેરમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ શ: થઈ ગયો હતો. અને અવિરત વરસાદ ચાલુ રહેવાના કારણે જ્યાં દેખો ત્યાં જળ જેવી સ્થિતિ થઈ છે. મેદાનો તળાવ બની ગયા છે.જામનગરમાં સત્યનારાયણ મંદિરની ક્ષતિગ્રસ્ત દિવાલનો વધુ હિસ્સો ધસી પડતાં દોડધામ થઇ હતી.જ્યારે મોહનનગર અને નારાયણ નગર સોસાયટી વિસ્તારમાં આજે સવારે ચાલુ વરસાદે દોઢ ફૂટ દીવાલ ને તોડી નાખી પાણીનો નિકાલ કરાવાયોહતો.

ભારે વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફરીથી ચોમેર પાણી ફરી વળ્યા છે. જામનગરના સરકીટ હાઉસ વિસ્તારમાં પાણી ભરાયા હોવાથી જાણે આખું સકટ હાઉસ પાણીથી ઘેરાઈ ગયું છે. એટલું જ માત્ર નહીં આસપાસ ની અન્ય સરકારી ઇમારતો ની ફરતે પાણી ફરી વળ્યા છે. કોર્ટ પરિસરમાં પણ પાકગ નો વિસ્તાર પાણીથી જળમગ્ન બન્યો છે. ત્ જિલ્લા હોમગાર્ડ કચેરી નું ગ્રાઉન્ડ તળાવ બન્યું છે. જ્યારે બાજુમાં જ આવેલી ગવર્મેન્ટ કોલોની કે જ્યાં પણ પાણી ફરી વળતા તળાવ જેવી સ્થિતિ છે. જામનગરનું ઐતિહાસિક અજીતસિંહ ક્રિકેટ મેદાન પણ તળાવના :પમાં ફેરવાયું છે.આ ઉપરાંત બેન્ક કોલોની અને જલારામ નગર ઝુપડપટ્ટી વિસ્તાર, પત્રકાર કોલોની સહિતના વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે. તાલુકા પંચાયતની કચેરી માં પણ પાણી ઘુસ્યા છે. અને મોટાભાગની કોલોની- સોસાયટી  વિસ્તાર જળબંબાકાર થયો છે. તેથી લોકોને ઘરમાં ભરાઈ રહેવું પડયું છે. જ્યારે કેટલાક લોકોના વાહનો પણ પાણીમાં ડૂબ્યા છે.

 જામનગરના નવાગામ ઘેડ-ભીમવાસ સહિત નો વિસ્તાર તેમજ આસપાસની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે. ઉપરાંત કાલાવડ નાકા બહાર નો વિસ્તાર, ગઢની રાંગ, બચુ નગર સહિતના વિસ્તારમાં પાણી ભરાવાના કારણે લોકોની હાલત કફોડી બની છે, અને રહેવાસીઓના ઘરમાં પાણી ઘુસ્યા છે, તો કેટલીક દુકાનોમાં પણ પાણી ઘુસી જતાં વહેલી સવારથી સ્થાનિક રહેવાસીઓને કસરત કરવી પડી રહી છે, અને પોતાની ચીજ વસ્તુઓ ઉપરના ભાગે ફેરવવાના કામમાં લાગી ગયા છે. ફરીથી જલ ભરાવાની સ્થિતિને રહીને લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.

જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ સત્યનારાયણ મંદિર સંલગ્ન દિવાલનો થોડાક ભાગ અગાઉ ધરાશાઇ થયો હતો.આજે સવારે ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શ: થવાની સાથે જ ક્ષતિગ્રસ્ત દિવાલનો વધુ હિસ્સો ધસી પડતાં દોડધામ થઈ હતી. સાથો સાથ એક વીજપોલ ધરાશાયી થયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઇને ઇજા કે જાનહાનિ થઇ નહતી. પરંતુ આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. તેથી વીજતંત્રની ટુકડીએ સમાર કામની કાર્યવાહીનો પ્રારંભ કરી દીધો છે.

જામનગરના મોહનનગરના અને નારાયણનગર વિસ્તારમાં પાણી ભરાવાના મુદ્દે ભારે ઉહાપોહ મચી ગયા પછી એને સ્થાનિકોના ઉગ્ર આંદોલન પછી જામનગર જિલ્લાના પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી.આજે  સવારે ચાલુ વરસાદે દોઢ ફૂટ દિવાલ તોડી નાખવામાં આવી છે. અને પાણીનો નિકાલ કરાઇ રહ્યો છે

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!