Dark Mode
Image
  • Saturday, 04 May 2024
બોટાદની 3 પેઢીમાંથી લેવાયેલ પાણીના નમુના સબસ્ટાન્ડર્ડ નિકળ્યા

બોટાદની 3 પેઢીમાંથી લેવાયેલ પાણીના નમુના સબસ્ટાન્ડર્ડ નિકળ્યા


- વેચાતા પાણીમાં માઇક્રો બાયોલોજીક કાઉન્ટ વધુ નિકળ્યાં

- જિલ્લા ફૂડ વિભાગે ભાવનગર જિલ્લામાંથી વિવિધ ખાદ્ય સામગ્રીના કુલ 77 નમુના મેળવ્યા

ભાવનગર : જિલ્લા ફૂડ વિભાગ દ્વારા અગાઉ લીધેલ સેમ્પલના આવેલ પરીણામમાં ભાવનગરના ૧૧૨ પાસ અને બોટાદના ૨૬ પાસ તો ૩ સબસ્ટાન્ડર્ડ આવ્યા હતા. જ્યારે ગત માસમાં ભાવનગર જિલ્લામાંથી વિવિધ ખાદ્ય સામગ્રીના કુલ 77 નમુના સીલ કરી લેબ ટેસ્ટીંગ માટે મોકલાયા હોવાનું જણાયુ છે.

મળતી વિગતો મુજબ જિલ્લા ફુડ વિભાગ દ્વારા વિવિધ તાલુકા મથકો પરથી ગત માસ અંતર્ગત આરોગ્ય પ્રદ ખોરાકના નિયમન માટે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ખાદ્યતેલના ૧૯, અનાજ કઠોળના ૨૨, મીઠાઇના ૪, ખાંડના ૪, ગોળના ૧, મીઠાના ૪, મરી મસાલાના ૧૯, ફરસાણના ૧, ચાનંુ ૧, તૈયાર ખોરાકનો ૧ અને અન્ય ૧ એમ કુલ મળી ૭૭ સર્વેલન્સ સેમ્પલ વિવિધ વિક્રેતાઓને ત્યાંથી એકત્ર કરી સીલ મારી લેબોરેટ્રી ટેસ્ટીંગ માટે મોકલાયા હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે અગાઉ મોકલેલ સેમ્પલના પરિણામોમાં ભાવનગરના ૧૧૨ નમુના પાસ થયા હતા. જ્યારે બોટાદ જિલ્લાના ૨૬ નમુના પાસ થયા છે. જ્યારે ૩ પાણીના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ આવ્યા હતા. જેમાં કષ્ટભંજન માર્કેટીંગ પેઢીના આશીષ નરેશભાઇ રાઠોડને ત્યાંથી લેવાયેલ પેકેજ ડ્રીંકીંગ વોટરનું સેમ્પલ પણ ફેલ થયુ હતું અને તેમાં કાઉન્ટ વધુ જણાયા હતા. જ્યારે ત્રીજા કેસમાં બોટાદના જય ઉમીયા બેવરેજીસ પેઢીના અતુલભાઇ મદનભાઇ પાઠક પાસેથી મેળવેલ બીસ્લેરી પેકેઝડ ડ્રીકીંગ વોટરનું સેમ્પલ લેબોરેટ્રીમાં માઇક્રો બાયોલોજીક કાઉન્ટ વધુ આવતા સબસ્ટાન્ડર્ડ થવા પામેલ હોવાનું જણાયું હતું. આમ પાણીના ત્રણ નમુના ફેઇલ થયા હતા. જ્યારે ભાવનગરથી મોકલેલ ૭૭ સેમ્પલનું પરીણામ ટેસ્ટીંગ બાદ જાહેર કરવામાં આવશે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!