Dark Mode
Image
  • Friday, 03 May 2024
ધ્રાંગધ્રામાં વેપારીને તલ ખરીદીના રૂા. 4.83 કરોડ ન ચુકવતા છેતરપિંડીની ફરિયાદ

ધ્રાંગધ્રામાં વેપારીને તલ ખરીદીના રૂા. 4.83 કરોડ ન ચુકવતા છેતરપિંડીની ફરિયાદ


- એપીએમસીમાં આવેલી રાધેશ્યામ ટ્રેડિંગ દ્વારા

- વારંવાર ઉઘરાણી કર્યા બાદ પણ નાણાં ના આપતા બન્ને વેપારીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી  

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાની પેઢી દ્વારા તલની ખરીદી કર્યા બાદ રૂા.૪.૮૩ કરોડ ન આપતા પેઢીના બે વેપારી સામે વિશ્વાસઘાત-છેતરપીંડીની પોલીસ ફરીયાદ નોંધાઈ હતી.

ધ્રાંગધ્રા એ.પી.એમ.સી. ખાતે ક્રિષ્ના ટ્રેડીંગ નામની પેઢી ધરાવતા હળવદના સહદેવભાઈ કરશનભાઈ ધાળુ ખેડુતના તલ ખરીદી એ.પી.એમ.સી.માં જ આવેલી રાધેશ્યામ ટ્રેડીંગ નામની પેઢીને વેચતા હતા. 

સહદેવભાઈએ વેચેલા તલના રૂા.૪,૮૩,૨૭,૨૧૯ રાધેશ્યામ ટ્રેડીંગના વેપારી સંજયભાઈ. બી. વાઘેલા અને ધવલભાઈ દિલીપભાઈ પાસેથી લેવાના નીકળતા હોવાથી અવારનવાર ઉઘરાણી કરવા છતાં રકમ આપતા નહોતા.

 એ.પી.એમ.સી.માં મીટીંગ બોલાવી ત્યારે પણ નાણા આપવાની ખાત્રી આપવા છતા નાણા ન આપતા આખરે કંટાળી તેમણે રાધેશ્યામ ટ્રેડીંગના બન્ને વેપારી સામે રૂા.૪.૮૩ કરોડ નહીં આપીને છેતરપીંડી કર્યાની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. 

છેતરપિંડી આચરનાર ધવલ દિલીપભાઈએ ચારેક દિવસ પહેલા દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા હોસ્પીટલે દાખલ કરાયેલા હતા. ત્યાંથી રજા લઈ ગાયબ થઈ ગયાની ચર્ચા ઉઠી હતી.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!