Dark Mode
Image
  • Friday, 03 May 2024
દ્વારકામાં ગાયને દોરડાથી બાંધીને દૂષ્કૃત્ય કરતો શખ્સ ઝડપાયો

દ્વારકામાં ગાયને દોરડાથી બાંધીને દૂષ્કૃત્ય કરતો શખ્સ ઝડપાયો


અવાવરૂ જગ્યાએ જઘન્ય અપરાધ આનંદ ચોકમાં રહેતા માનસિક વિકૃત શખ્સ સામે ગૌસેવકની ફરિયાદનાં આધારે પોલીસ દ્વારા કાર્યવાહી

દ્વારકા,ખંભાળીયા, : દેવભૂમિ દ્વારકામાં રહેતા એક શખ્સ દ્વારા ગાયને દોરડા વડે બાંધી ઘાતકીપણું આચર્યાનો વિકૃત બનાવ સામે આવ્યો છે. જેમાં એક ગૌસેવકની ફરિયાદ પરથી આરોપી સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, આરોપીની અટકાયત કરી છે.

વિગત મુજબ દ્વારકામાં આનંદ ચોક ખાતે રહેતા સાગર જયંતીભાઈ કણજારીયા નામના શખ્સ દ્વારા એક ગાયને એક મંદિરની પાછળ અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં આ ગાયને દોરડા વડે બાંધીને ઘાતકીપણું આચરવામાં આવ્યું હતું. આટલું જ નહીં, આરોપી શખ્સ દ્વારા ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે ગૌસેવક મિતેશભાઈ અરજણભાઈ બુજડ નામના યુવાનની ફરિયાદ પરથી આરોપી સાગર જયંતીભાઈ કણજારીયા સામે આઈ.પી.સી. કલમ 377 તથા પશુ પ્રત્યે ઘાતકીપણાની અધિનિયમ હેઠળ ધોરણસર ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં પોલીસે આરોપી શખ્સની અટકાયત કરી, આગળની તપાસ દ્વારકાના ઈન્ચાર્જ પી.આઈ. એ.એલ. બારસીયા ચલાવી રહ્યા છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!