Dark Mode
Image
  • Saturday, 04 May 2024
ટ્રાફિક નિયમોના ભંગના 2,657 કેસમાં 8.78 લાખનો દંડ વસુલ્યો

ટ્રાફિક નિયમોના ભંગના 2,657 કેસમાં 8.78 લાખનો દંડ વસુલ્યો


- સુરેન્દ્રનગર જિલ્લામાં જૂન મહિનામાં 

- ભયજનક રીતે વાહન ચલાવતા 8 અને કેફી પીણું પીને વાહન હંકારતા બે સામે ફરિયાદ નોંધાઇ 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરી આડેધડ દોડતા, પાર્ક થતા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે જુન-૨૦૨૩ એક માસમાં ૨,૬૫૭ કેસ કરી રૂા.૮,૭૮૦૦૦ નો દંડ વસુલ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જુન-૨૦૨૩માં મોટરવ્હીકલ એકટ(એન.સી.) મુજબ ૨૫૦૭ કેસો કરીને વાહન ચાલકો પાસેથી રૂા.૭૯,૫૬૦૦ને સ્થળ પર દંડ કરવામાં આવ્યો હતો. મોટરવ્હીકલ એકટ મુજબ ૨૪ વાહન ડીટેઈન કરી રૂા.૭૩૦૦૦ નો દંડ કરવામાં આવ્યો હતો. ટ્રાફિકને અડચણરૂપ લારી,ગલ્લા, પાથરણાવાળા વિરૂધ્ધ ૮૦ એન.સી.કેસ કરીને ૮૦૦૦નો દંડ, તમાકુ અધિનીયમ મુજબ ૧૪ કેસ કરીને રૂા.૧૪૦૦નો દંડ કરવામાં આવ્યો હતો.

 કેફી પીણુ પીને વાહન ચલાવતા ૨ વાહન ચાલકો સામે કેસ કરાયા હતા. ભયજનક વાહન ચલાવતા વાહન ચાલકો સામે ૮ કેસમાં એફ.આઈ.આર કરવામાં આવી હતી. 

ટ્રાફિકને અડચણરૂપ લારી-ગલ્લા, પાથરણાવાળા સામે ૨૨ કેસમાં પણ એફ.આઈ.આર કરવામાં આવી હતી. કુલ મળીને ૨૬૫૭ કેસ કરીને રૂા.૮,૭૮,૦૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!