Dark Mode
Image
  • Saturday, 04 May 2024
ઝાલાવાડમાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતો લાઇનોમાં ઉભા રહેવા મજબૂર

ઝાલાવાડમાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતો લાઇનોમાં ઉભા રહેવા મજબૂર

- ખેડૂતોની મુશ્કેલી અંગે કૃષિમંત્રીને રજૂઆત

- એગ્રો સંચાલકો યુરિયા સાથે અન્ય પ્રોડક્ટ લેવાનો આગ્રહ રાખતા હોવાના આક્ષેપ

સુરેન્દ્રનગર : ઝાલાવાડના ખેડુતોને ખરીફ વાવેતરની સિઝન વખતે જ યુરીયા ખાતરની અછત હોવાથી ખાતર લેવા લાંબી લાઈનમાં ઉભુ રહેવુ પડયું હતું. તેમજ એગ્રો સંચાલકો યુરીયા ખાતર સાથે ખેડુતોને બળજબરીથી અન્ય પ્રોડકટ લેવાનો આગ્રહ રાખતા હોવાની કૃષિમંત્રીને રજુઆત થઈ હતી.

આમ આદમી પાર્ટી- કિસાન સંગઠ્ઠનના પ્રમુખ રાજુભાઈ કરપડાએ રાજ્યના કૃષિમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યા મુજબ સારો વરસાદ પડયો છે, 

ત્યારે ખેડુતોને યુરીયા ખાતરની તાતી જરૂર હોવા છતાં પુરતા પ્રમાણમાં યુરીયા ખાતર મળતુ નથી. જ્યાં પણ જથ્થો આવે છે ત્યાં ખેડુતોની ખુબ જ લાંબી લાઈનો લાગે છે, યુરીયા ખાતરની અછતને કારણે ખેડુતો વચ્ચે યુરીયા મેળવવા લાઈનોમાં ઘર્ષણ પણ થાય છે.

 લાંબી લાઈનોમાં ઉભા રહ્યા પછી પણ ખેડુતોને જરૂર કરતા ઓછુ ખાતર મળે છે. એગ્રો સંચાલક વેપારીઓ અને સહકારી મંડળીઓ ઈફકોનું નામ આગળ કરી ખેડુતોને યુરીયાની બેગ સાથે ધનેનો યુરીયાની બોટલધ અને ધ ડી.એ.પીધ બળજબરીથી ફરજીયાત વેચાણથી આપી રહ્યા છે.

 જેની ખરેખર ખેડુતોને હાલ કોઈ જ જરૂર નથી કોના આદેશથી સહકારી મંડળીઓ અને એગ્રો સંચાલકો ખેડુતોની મજબુરીનો લાભ લઈ રહ્યા છે? જો ખેડુતોની આ લૂંટ અટકાવવામાં નહી આવે તો આવતા અઠવાડીયે ખેડુતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!