Dark Mode
Image
  • Friday, 03 May 2024
જામનગર : જામજોધપુરમાં પ્રધાનમંત્રી કૃષિ સિચાઈ યોજનામાં મોટાપાયે ભષ્ટાચાર આચરાયાનો આક્ષેપ

જામનગર : જામજોધપુરમાં પ્રધાનમંત્રી કૃષિ સિચાઈ યોજનામાં મોટાપાયે ભષ્ટાચાર આચરાયાનો આક્ષેપ


- સમગ્ર પ્રકરણમાં વહીવટી તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી પગલાં લેવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત

જામનગર,તા.8 જુલાઈ 2023,શનિવાર

જામજોધપુર તાલુકાના બાલવા હોથીજીખડબા, વસંતપુર, જામવાડી પ્રધાન મંત્રી કૃષિ સિચાઈ યોજના (વોટરશેડ) અંર્તગત જામનગર જિલ્લાના તમામ કામો માત્ર ઉપરોક્ત ચાર ગામોમાજ કરી દેવામા આવેલા છે.

 જે ચાર ગામોમા પ્રધાનમંત્રી કૃષિ સિચાઈ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામા આવ્યો છે. આ ચારેય ગામમા વોટરશેડનું કામ સાવ નબળું હોય બ્રીજ તુટવા લાગ્યા છે. આ કામમાં વાપરવામા આવેલું તમામ મટીરિયલ હલકી ગુણવતાવાળુ નિમ્નકક્ષાનું હોય વરસાદના છાંટા પડતા જ તમામ મટીરીયલ ઉખડીને પાણી સાથે વહેવા લાગ્યું હોય આ કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની રજુઆત ભાવેશભાઈ ચુડાસમાએ જિલ્લા પંચાયત ખાતે અને મુખ્યમંત્રી કાર્યાલયમા કરી છે.

 ત્યારે રાજકીય પંડીતોમા ચર્ચાતી વિગત મુજબ પુરેપુરી યોગ્ય તપાસ થાય તો આ કરોડોના ભ્રષ્ટાચારના કૌભાંડનો રેલો જામ-જોધપુર પંથકના એક રાજકિય નેતાના ઘર સુધી પહોંચી શકે છે. તેમના આર્શિવાદ થી આ કોભાંડ આચરવામા આવી રહ્યાનું આવેદન મારફતે જાહેર કરાયું છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!