Dark Mode
Image
  • Friday, 03 May 2024
જામનગરના ખોજા બેરાજા ગામની સીમમાં બાવળની ઝાડીમાં સંતાડેલો 22 લાખની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો

જામનગરના ખોજા બેરાજા ગામની સીમમાં બાવળની ઝાડીમાં સંતાડેલો 22 લાખની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો

- 4564 નંગ ઈંગ્લીશ દારૂની બાટલો, હૂંડાઈ કાર અને છોટા હાથી સહિત રૂપિયા 28.26 લાખના મુદ્દા માલ સાથે રાજકોટના બુટલેગરની અટકાયત: અન્ય એક ફરાર

જામનગર,તા.8 જુલાઈ 2023,શનિવાર

જામનગર તાલુકાના ખોજા બેરાજા ગામની સીમમા બાવળની ઝાડીમાં ઇંગ્લિશ દારૂની બાટલીનો જંગી જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પંચકોશી બી. ડિવિઝન પોલીસે દરોડો પાડી રૂપિયા 22.82 લાખની કિંમતનો 4564 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો અને કાર તથા છોટાહાથી સહિત 28 લાખની માલમતા સાથે રાજકોટના એક બુટલેગરને ઝડપી લીધો છે, જ્યારે જામનગરના એક શખ્સને ફરાર જાહેર કરાયો છે.

આ દરોડાની વિગત એવી છે કે જામનગરના પંચકોષી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોસ્ટેબલ નિર્મળસિંહ જાડેજા થતા મહાવીરસિંહ જાડેજા અને મયુરસિંહ જાડેજા વગેરેને ચોક્કસ બાતમી મળી હતી કે ખોજા બેરાજા ગામની સીમ વિસ્તારમાં સરકારી ખરાબામાં બાવળની જાળીમાં ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે.

 જે બાતમીના આધારે શનિવારે સવારે ચાલુ વરસાદે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન બાવળની જાળીમાં 4564 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. 

આથી પોલીસે રૂપિયા 22.82 લાખની કિંમતનો ઇંગલિશ દારૂ કબજે કર્યો છે, ઉપરાંત એક છોટાહાથી અને એક કાર તેમજ મોબાઇલ ફોન સહિત 28.62 લાખની માલમત્તા કબજે કરી છે, તેમજ દારૂની હેરાફેરી કરી રહેલા રાજકોટના બુટલેગર જયપાલસિંહ લાલુભા વાઘેલાની અટકાયત કરી લીધી છે.

 તેની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂનો જથ્થો જામનગરમાં રહેતા આસિફ ઉર્ફે અશરફ સંધિએ મંગાવ્યો હોવાનું કબૂલતાં પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!