Dark Mode
Image
  • Saturday, 04 May 2024

બીજા તબક્કાના મતદાનને આડે હવે માત્ર બે દિવસ, આ ચરણની 89 બેઠકો પૈકી જાણો કઇ બેઠકો છે હાઇપ્રોફાઇલ

બીજા તબક્કાના મતદાનને આડે હવે માત્ર બે દિવસ, આ ચરણની 89 બેઠકો પૈકી જાણો કઇ બેઠકો છે હાઇપ્રોફાઇલ

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા સીટ પર મતદાન થયું હતું. લોકસભા ચૂંટણી માટે હવે 6 વધુ તબક્કા બાકી છે . જે અંતર્ગત બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે યોજાશે.

 

 

-- જાણો બાકીના તબક્કાની ચૂંટણીની તારીખો :- ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ, ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ, પાચમા તબક્કાનું 20 મે , છઠ્ઠા તબક્કાનું 25 મે અને સાતમા તબક્કાનું 1 જૂનના રોજ મતદાન યોજાશે. . જ્યારે સમગ્ર દેશમાં 4 જૂને મતગણતરી થશે. પ્રથમ તબક્કામાં સૌથી વધુ બેઠકો પર મતદાન થયું હતું.

 

 

-- 26 એપ્રિલે યોજાવવાનું છે મતદાન :- આ તબક્કામાં 13 રાજ્યોની 89 લોકસભા સીટ પર મતદાન થશે. જે રાજ્યોમાં 26 એપ્રિલે મતદાન થવાનું છે તેમાં આસામ, બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, રાજસ્થાન, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે.

 

 

-- રાહુલ ગાંધી, હેમા માલિની, અરૂણ ગોવિલની ઉમેદવારીવાળી બેઠકો :- સામાન્ય ચૂંટણીના બીજા તબક્કામાં કેટલીક હાઈ-પ્રોફાઈલ બેઠકોનો સમાવેશ થાય છે, જેમા દક્ષિણમાં કેરળની વાયનાડ સીટ જેના પર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે તે ઉપરાંત મથુરા બેઠક જેના પર હેમા માલિની ચૂંટણી લડી રહ્યા છે, મેરઠ બેઠક જેના પર રામાયણ સિરિયલમાં રામ બનેલા અરુણ ગોવિલ ચૂંટણી લડી રહ્યા છે અને પૂર્ણિયા બેઠક જેના પર અપક્ષ ઉમેદવાર તરીકે પપ્પુ યાદવ ચૂંટણી લડી રહ્યા છે તેનો સમાવેશ થાય છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!