Dark Mode
Image
  • Sunday, 05 May 2024

મેરઠના મેદાનમાં આ વખતે કોણ મારશે બાજી ? ભાજપે રામાયણ સિરિયલના 'રામ' અરુણ ગોવિલને ઉતાર્યા છે મેદાનમાં

મેરઠના મેદાનમાં આ વખતે કોણ મારશે બાજી ?  ભાજપે રામાયણ સિરિયલના 'રામ' અરુણ ગોવિલને ઉતાર્યા છે મેદાનમાં

આવતીકાલે દેશની 88 લોકસભા બેઠકો પર બીજા તબક્કાનું મતદાન હાથ ધરાવાનું છે.. જેમાંથી એક છે મેરઠ.. જે ભાજપનો ગઢ ગણાય છે.. છેલ્લી આઠ લોકસભા ચૂંટણીમાંથી છ વાર આ બેઠક ભાજપે કબ્જે કરી છે.. 19991માં ભાજપ અહીં પ્રથમવાર જીત્યુ હતું.. ગત લોકસભા ઇલેક્શનમાં અહીંથી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારે ભાજપના ઉમેદવાર સામે કાંટાની ટક્કર આપી હતી. પરંતુ વિજય તો ભાજપના ઉમેદવારનો જ થયો હતો.અરુણ ગોવિલમાં ભારતની જનતા ભગવાન રામને જુએ છે.. અને તેમને ટિકીટ આપીને ભાજપે અહીં હિન્દુત્વનો સ્પષ્ટ સંદેશ આપ્યો હોય તેમ જણાય છે.. અરૂણ ગોવિલની ઉંમર 66 વર્ષની છે.

 

2011ના ડેટા અનુસાર, મેરઠની વસ્તી લગભગ 35 લાખ છે, જેમાંથી 64 ટકા હિંદુ અને 36 ટકા મુસ્લિમ છે. મેરઠમાં કુલ મતદારોની સંખ્યા 1964388 છે, જેમાંથી 55.09 ટકા પુરૂષ અને 44.91 ટકા મહિલા મતદારો છે. 2014માં અહીં મતદાનની ટકાવારી 63.12 ટકા હતી. અહીં કુલ 5 વિધાનસભા મતવિસ્તાર છે.2019ની લોકસભા ચૂંટણી વિશે વાત કરીએ તો મેરઠ સીટ પરથી બીજેપીના રાજેન્દ્ર અગ્રવાલ જીત્યા હતા, તેમને 5,86,184 વોટ મળ્યા હતા. જ્યારે BSPના હાજી યાકુબ કુરેશી 5,81,455 મતો સાથે બીજા ક્રમે અને કોંગ્રેસના હરેન્દ્ર અગ્રવાલ 34,479 મતો સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા.. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને બસપા વચ્ચે જોરદાર ટક્કર હતી.

 

ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર અગ્રવાલ માત્ર 4,729 મતોના માર્જીનથી જીતીને સંસદમાં પહોંચ્યા હતા.2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં ધૂમ મચાવી હતી. તેની શરૂઆત મેરઠથી જ થઈ હતી. 2014માં મેરઠમાં ભારતીય જનતા પાર્ટીને લગભગ 48% વોટ મળ્યા હતા.. મેરઠમાં રાજેન્દ્ર અગ્રવાલે સ્થાનિક નેતા મોહમ્મદ શાહિદ અખલાકને 2 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. બોલિવૂડ એક્ટ્રેસ નગમા આ સીટ પર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહી હતી. જોકે તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!