Dark Mode
Image
  • Thursday, 09 May 2024

ચપ્પલ ખરીદવાના રૂપિયા ન હતા, આજે છે 3300 કરોડના માલિક, જુસ્સોથી ભરપૂર વેલુમણિની કહાની

ચપ્પલ ખરીદવાના રૂપિયા ન હતા, આજે છે 3300 કરોડના માલિક, જુસ્સોથી ભરપૂર વેલુમણિની કહાની

જો તમે ઈમાનદારીથી પ્રયત્ન કરશો તો ચોક્કસ સફળતા મળશે. જેના સમગ્ર પરિવારનો ખર્ચ એક સમયે 50 રૂપિયામાં થતો હતો, જેની પાસે ન તો પેન્ટ ખરીદવાના પૈસા હતા અને ન તો ચપ્પલ... આટલી બધી મુશ્કેલીઓ અને ગરીબીનો સામનો કરનાર વ્યક્તિ ક્યારેય કરોડોની કંપની બનાવી શકે ? થાઇરોકેર ટેક્નોલોજીસ લિમિટેડના સ્થાપક, ચેરમેન અને એમડી એ વેલુમણિની આ વાર્તા છે. તાજેતરમાં, તેમનો એક પોડકાસ્ટ વાયરલ થયો હતો, જેમાં તે તેમના સંઘર્ષ અને તેની પત્નીના મૃત્યુને લઈને ભાવુક થઈ ગયા હતા.

 

વેલુમણિનો જન્મ તમિલનાડુના કોઈમ્બતુરમાં એક ગરીબ પરિવારમાં થયો હતો. પિતાની માંદગીને કારણે આખો બોજ માતાના ખભા પર આવી ગયો. વેલુમણી ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા. માતાએ કોઈપણ સંજોગોમાં તેના બાળકોનું શિક્ષણ અટકાવ્યું ન હતું. આખો પરિવાર 50 રૂપિયામાં ગુજરાન ચલાવતો હતો. વેલુમણિ તેની માતાનો સંઘર્ષ જોઈ રહ્યો હતા.. અભ્યાસની સાથે તેમણે કેમિસ્ટની દુકાનમાં નોકરી પણ કરી લીધી. જ્યાં તેમને 150 રૂપિયા પગાર મળતો હતો. તે 50 રૂપિયા પોતાની પાસે રાખતા હતા અને બાકીના તમામ પૈસા તેમની માતાને મોકલી આપતા હતા. 

 

14 વર્ષની નોકરી પછી પોતાનો બિઝનેસ શરૂ કર્યો

 

કેમિસ્ટની દુકાનમાં કામ કરીને તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. પીએચડીની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, તેમને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં લેબ આસિસ્ટન્ટ તરીકે નોકરી મળી. તેમણે સુમતિ વેલુમણિ સાથે લગ્ન કર્યા. સુમતિ બેંકમાં નોકરી કરતી હતી. 14 વર્ષ કામ કર્યા બાદ વેલુમણિએ નોકરી છોડી દીધી. પત્નીને સરકારી નોકરી હતી એટલે તેમણે પત્નીને જાણ કર્યા વગર જ નોકરી છોડી દીધી. થોડી બચત અને PF ના પૈસા સાથે, તેમણે વર્ષ 1995 માં તેમણે મુંબઈમાં પોતાની પ્રથમ લેબ શરૂ કરી. શરૂઆતમાં એક-બે ટેસ્ટ જ આવ્યા, પણ તેમણે પ્રયાસ કરવાનું બંધ કર્યું નહીં. ઘણી વખત એવુ બનતું કે આખી-આખી રાત લેબમાં જ કામ કરતા રહેતા.અને પછી ત્યાં જ સૂઈ જતા. પ્રયત્નો ફળ આપવા લાગ્યા અને ધીમે ધીમે તેમનું કામ ચાલવા લાગ્યું.

 

પત્નીનો સાથ છૂટ્યો 

 

કંપનીને મોટી બનાવવા માટે તેમણે શરૂઆતમાં પગાર પણ ન લીધો. કમાતા-કમાતા તમામ પૈસા તે કંપનીમાં જ રોકાણ કરતા હતા. પત્નીએ કોઈપણ શરત વગર પતિને પૂરો સાથ આપ્યો. વેલુમણિ એમ પણ કહે છે કે તેમની બિઝનેસ સફળતાનું કારણ તેમની પત્ની હતી. તેમના સંઘર્ષમાં તેમની પત્નીએ તેમને પૂરો સાથ આપ્યો, પરંતુ 2016માં તેમની કંપનીના IPOના 50 દિવસ પહેલા તેમને ખબર પડી કે તેમની પત્ની એડવાન્સ સ્ટેજ પેન્ક્રિયાટિક કેન્સરથી પીડિત છે. તેમના જીવનના અંતિમ દિવસ સુધી તેમની પત્નીએ તેમને સાથ આપ્યો. જ્યારે તેને સફળતા મળવા લાગી ત્યારે તેમની પત્નીહમેંશા માટે આ દુનિયા છોડીને ચાલી ગઇ. આજે તેમની કંપનીનું માર્કેટ કેપ 3300 કરોડ રૂપિયા છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!