Dark Mode
Image
  • Saturday, 04 May 2024

કોંગ્રેસને કઇ રીતે નિશાનમાં મળ્યો હાથનો પંજો, ભાજપને કઇ રીતે મળ્યું કમળ, જાણો શું છે સમગ્ર કહાની

કોંગ્રેસને કઇ રીતે નિશાનમાં મળ્યો હાથનો પંજો, ભાજપને કઇ  રીતે મળ્યું કમળ,  જાણો શું છે સમગ્ર કહાની

-- વી.ઓ :- 1951-52 માં પ્રથમ સામાન્ય ચૂંટણી પહેલાં, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ચૂંટણી પ્રતીક કંઈક બીજું હતું. પરંતુ 17 ઓગસ્ટ, 1951ના રોજ કોંગ્રેસને બે બળદની જોડીનું ચૂંટણી ચિહ્ન આપવામાં આવ્યું હતું. હાથ પંજાનું ચૂંટણી ચિહ્ન જે આજે કોંગ્રેસનું છે તે એક સમયે ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક (રુઈકર ગ્રુપ)ને આપવામાં આવ્યું હતું.

 

-- કોંગ્રેસમાં ભાગલાની કહાની :- 1969 માં, જ્યારે કોંગ્રેસ કોંગ્રેસ (ઓ) અને કોંગ્રેસ (આર) એમ બે ભાગમાં વહેંચાઇ ગઇ ત્યારે કોંગ્રેસ (ઓ) ને એસ. નિજલિંગપ્પાએ લીડ કરી હતી. બીજી તરફ કોંગ્રેસ (આર)નું નેતૃત્વ જગજીવન રામ કરી રહ્યા હતા. આ જૂથને ઈન્દિરા ગાંધીનું સમર્થન હતું. ત્યારબાદ 11 જાન્યુઆરી, 1971ના રોજ ચૂંટણી પંચે નિર્ણય કર્યો કે જગજીવ રામની કોંગ્રેસ જ અસલી કોંગ્રેસ છે.

 

 

-- વાછરડું અને ગાય' ચૂંટણી ચિન્હ કેવી રીતે મળ્યું? :- પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવતાં ચૂંટણી પંચના નિર્ણય પર રોક લગાવી દેવામાં આવી હતી અને બળદની જોડીનું પ્રતિક ફ્રિજ કરી દેવાયું. . કોંગ્રેસ (O) કે કોંગ્રેસ (R) કોઇ તેનો ઉપયોગ ન કરી શક્યું . આ પછી, 25 જાન્યુઆરી, 1971ના રોજ, ચૂંટણી પંચે કોંગ્રેસ (ઓ)ને 'મહિલા દ્વારા ચલાવવામાં આવતો ચરખો' અને કોંગ્રેસ (આર)ને 'વાછરડું અને ગાય' ચૂંટણી ચિન્હ આપ્યા..
કોંગ્રેસ (આર)માં વિભાજન

 

-- જો કે, 70 ના દાયકાના અંતમાં કોંગ્રેસ (આર) માં વિભાજન થયું . હવે તેમાં ઇન્દિરા વિરોધી જૂથ રચાયું. જેની આગેવાની બ્રહ્માનંદ રેડ્ડીએ લીધી હતી :

 

 

-- જ્યારે કોંગ્રેસ (આઈ)ને નિશાનમાં મળ્યો હાથનો પંજો :- વર્ષ 1977માં ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસ(આઇ) નામથી અલગ પક્ષ રચ્યો. ચૂંટણી પંચે કોંગ્રેસ( આઇ)ને હાથી, સાયકલ અને હાથનો પંજો એમ ત્રણમાંથી કોઇ એક વિકલ્પ પસંદ કરવા કહ્યું હતું.. જેમાંથી હાથના પંજાનું નિશાન પસંદ કરવામાં આવ્યું.. અને ત્યારથી કોંગ્ર્સનું નિશાન હાથનો પંજો બની ગયું. પસંદગીની આ પ્રક્રિયા દરમ્યાન કોંગ્રેસે બે વિકલ્પ છોડી દીધા હતા.તેમાંથી એક નિશાન હતું હાથી અને બીજુ હતું સાયકલ.. જે બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીને મળ્યા. આજે બહુજન સમાજ પાર્ટીનું નિશાન હાથી છે.. અને સમાજવાદી પાર્ટીનું નિશાન સાયકલ છે.

 

-- દીવાથી કમળ સુધીની યાત્રા :- ભાજપને પણ ચૂંટણી ચિન્હ કમળ મળવાની કહાની ઘણી રસપ્રદ છે. 7 સપ્ટેમ્બર, 1951ના રોજ, ભારતીય જનસંઘ (BJS)ને 'દીપક' ચૂંટણી ચિન્હ મળ્યું. 1977 સુધી ભારતીય જનસંઘે ચૂંટણી ચિન્હ દીપકનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ 1977માં ભારતીય જનસંઘનું જનતા પાર્ટીમાં વિલિનીકરણ થયું. પરંતુ પછી 1980માં જનતા પાર્ટીમાં પણ ભાગલા પડ્યા. ત્યારબાદ 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનસંઘના સમયમાં જે નેતાઓ સાથે હતા તેઓ ફરી મળ્યા. તેમણે અટલ બિહારી વાજપેયીને પોતાના નેતા બનાવવાની જાહેરાત કરી હતી. આ પછી ભારતીય જનતા પાર્ટીની રચના થઈ. પરંતુ તેમને જૂનું ચૂંટણી ચિહ્ન મળી શક્યું નહી. ચૂંટણી પંચે ભાજપને ચૂંટણી ચિન્હ કમળ આપ્યું.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!