Dark Mode
Image
  • Sunday, 05 May 2024

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, 10ના મોત

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, 10ના મોત

બુલેટિન ઈન્ડિયા અમદાવાદ : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક બુધવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. અહીં એક કાર ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે 10 લોકોના કરુણ મોત થયા હતા. જેમાંથી આઠ લોકોના ઘટનાસ્થળે જ અને બેના હોસ્પિટલમાં મોત થયા હતા. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.

 

આપને જણાવી દઈએ કે કાર વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી ત્યારે એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક પહોંચતા ટ્રેલર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર પલટી મારી ગઈ હતી. મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. ઘટનાની માહિતી મળતાં ઈમરજન્સી 108 અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત બાદ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો છે.

 

અકસ્માતની માહિતી મળતાં એક રાહદારીએ પોલીસને કારમાંથી મૃતદેહ કાઢવામાં મદદ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને ટ્રાફિક પણ ડાયવર્ટ કરાયો હતો.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!