Dark Mode
Image
  • Friday, 10 May 2024

દિવાળી પરડાયાબિટીસના દર્દીઓ પણ મીઠાઈનો આનંદ માણી શકશે, આ 5 રેસિપી જરૂર ટ્રાય કરો

દિવાળી પરડાયાબિટીસના દર્દીઓ પણ મીઠાઈનો આનંદ માણી શકશે, આ 5 રેસિપી જરૂર ટ્રાય કરો

-- તહેવારોની સિઝન ડાયાબિટીસના દર્દીઓ માટે મૂંઝવણભરી બની જાય છે કારણકે તેઓ શુગર વધી જવાની બીકે મીઠાઈ ખાવાનું ટાળે છે :

 

કોઈપણ તહેવાર મીઠાઈ વગર અધૂરો હોય છે. એમાં પણ દિવાળીનો તહેવાર એટલે રંગ, પ્રકાશ અને મિષ્ટાન્નનો સમન્વય. આ તહેવારમાં લોકો વિવિધ પ્રકારની મીઠાઈ ખાવાનું અને ઘરે બનાવવાનું પસંદ કરે છે. તહેવારોની સિઝન એ લોકો માટે મૂંઝવણભરી હોય છે જેઓ મનપસંદ મીઠાઈ પેટભરીને નથી ખાઈ શકતા. આ દિવસોમાં ડાયાબિટીસના દર્દીઓ શુગર વધી જવાની બીકે મીઠાઈ ખાવાનું ટાળે છે. આવી સ્થિતિમાં તેમના માટે તહેવારનો આનંદ ઓછો થઈ જાય છે. જોકે, હેલ્ધી મીઠાઈ ડાયાબિટીક વ્યક્તિ માટે સારો વિકલ્પ છે. જો તમે પણ ડાયાબિટીસથી પીડિત છો અને મીઠાઈ ખાવાનું પસંદ કરો છો, તો તમે દિવાળીમાં આ મીઠાઈઓનો આનંદ માણી શકો છો.

 

 

-- અંજીરની બરફી :- અંજીરમાં નેચરલ શુગરમળી આવે છે એટલે તમે તેમાંથી ટેસ્ટી બરફી બનાવી શકો છો. આ વાનગીમાં તમે ખાંડને બદલે મધનો ઉપયોગ કરી શકો છો. આના કારણે ડાયાબિટીસના દર્દીઓને વધુ નુકસાન નહીં થાય અને તેઓ મીઠાઈ ખાવાની મજા પણ માણી શકે છે.જોકે, તેને પૂરતી માત્રામાં જ ખાવી જોઈએ.

 

 

-- મખાણા ખીર :- ડાયાબિટીસના દર્દીઓ માટે મખાણાની ખીર પણ બનાવી શકાય છે. આ માટે દૂધ અને ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરી શકાય છે. તેને બનાવવા માટે પહેલા દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. હવે તેમાં મખાણાની પેસ્ટ ઉમેરી થોડી વાર ગેસ પર રહેવા દો, ત્યાર બાદ ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરી અને સર્વ કરો.

 

 

-- બેસનના લાડુ :- તમે ઘરે બેસનના લાડુ પણ બનાવી શકો છો. તેને બનાવવા માટે તમે ખાંડને બદલે ગોળ અથવા મધનો ઉપયોગ કરી શકો છો. એટલે ડાયાબિટીસના દર્દીઓ પણઆ લાડુ ધરાઈને ખાઈ શકે છે.

 

 

-- ગાજરનો હલવો :- હવે ગાજરની સીઝન ચાલી રહી છે, ત્યારે તમે દિવાળી પર સ્વાદિષ્ટ ગાજરનો હલવો બનાવી શકો છો.પરંતુ, જો ડાયાબિટીસના દર્દીઓ આ હલવો ખાવા માંગતા હોય તો તેને બનાવતી વખતે ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરો. તેમાં ઘી અને દૂધનું પ્રમાણ ઓછું રાખો.

 

 

-- સફરજનનો હલવો :- તહેવારોની સિઝનમાં તમે સફરજનની ખીર પણ બનાવી શકો છો. તેને બનાવવા માટે ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરો. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!