Dark Mode
Image
  • Saturday, 27 April 2024

મમતા પર વિવાદિત ટિપ્પણી બાદ ઘેરાયા દિલીપ ઘોષ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ માંગ્યુ સ્પષ્ટીકરણ

મમતા પર વિવાદિત ટિપ્પણી બાદ ઘેરાયા દિલીપ ઘોષ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ માંગ્યુ સ્પષ્ટીકરણ

બીજેપીના વરિષ્ઠ નેતા અને સાંસદ દિલીપ ઘોષને એક વીડિયો ક્લિપમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મજાક ઉડાવતા સાંભળ્યા બાદ વિવાદ ઉભો થયો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) પાર્ટી વધુને વધુ આક્રમક બની રહી છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ઘોષને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ અંગે દિલીપ ઘોષે કહ્યું કે હું પત્ર દ્વારા નોટિસનો જવાબ આપીશ.

 

 

-- આ પ્રથમ વખત નથી :- તેમણે કહ્યું, 'હું પત્ર લખીને નોટિસનો જવાબ આપીશ. હું અન્યાય કરનારાઓની સામે બોલું છું, તેથી આ પહેલીવાર નથી જ્યારે મને મારા નિવેદનને લઈને વિવાદનો સામનો કરવો પડ્યો હોય.

 

 

-- મારા પક્ષ પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે :- દિલીપ ઘોષે કહ્યું, 'મારી ભાષાને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો છે. મારા પક્ષ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે, જો એવું છે તો હું તેનાથી દુખી છું. પાર્ટી દ્વારા જારી કરાયેલી નોટિસનો હું સત્તાવાર રીતે જવાબ આપીશ. મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મારી અંગત લડાઈ નથી, આ મારું રાજકીય નિવેદન હતું, પરંતુ હું પ્રશ્ન કરીશ કે TMCપાર્ટીના નેતાઓએ પણ અમારા નેતા શુભેન્દુ અધિકારી અને તેમના પિતા વિરુદ્ધ ઘણા અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. TMCએ ત્યારે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો? શુ તેમનું કોઇ માન-સમ્માન નથી ?

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!