Dark Mode
Image
  • Saturday, 04 May 2024

હવાઇ મુસાફરી વખતે 12 વર્ષથી નીચેના બાળકોને તેમના માતા-પિતાની પાસેની સીટ જ મળે, DGCAનો નિર્દેશ

હવાઇ મુસાફરી વખતે 12 વર્ષથી નીચેના બાળકોને તેમના માતા-પિતાની પાસેની સીટ જ મળે, DGCAનો નિર્દેશ

હવેથી 12 વર્ષથી નાની ઉંમરના બાળકોને હવાઈ મુસાફરી વખતે તેમના માતા-પિતાની બાજુવાળી સીટ આપવી પડશે. ડીજીસીએએ મંગળવારે આ સંબંધમાં એક સર્કુલર જાહેર કરી બધી એરલાયન્સ પાસે આ રૂલ ફરજીયાત રીતે લાગુ કરવા માટે કહ્યું છે.

 

-- બાળકોની સુરક્ષાને લઈને મોટો નિર્ણય :- DGCAની તરફથી મોટો નિર્ણય હવાઈ મુસાફરી વખતે બાળકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. પોતાના સર્કુલરમાં રેગ્યુલેટરે કહ્યું છે કે હવેથી બધી એરલાયન્સે આ સુનિશ્ચિત કરવાનું રહેશે કે 12 વર્ષ સુધીની ઉંમરમાં બાળકોને તેમના માતા-પિતા કે વાલી પાસેની સીટ આપવામાં આવે. જે એક જ પીએનઆર પર યાત્રા કરી રહ્યા હોય. તેની સાથે જ તેમનો આખો રેકોર્ડ પણ રાખવામાં આવશે.

 

-- નહીં આપવો પડે કોઈ એક્સ્ટ્રા ચાર્જ :- વિમાનન નિયામકે આ પગલું એક ફરિયાદ બાદ ઉઠાવ્યું છે જેમાં કહેવામાં આવ્યું હતું કે હવાઈ યાત્રા વખતે એક બાળકને તેના માતા-પિતા પાસે બેસવા દેવામાં નહોતું આવ્યું. .પરંતુ હવે DGCA દ્વારા જાહેર 2024ના એર ટ્રાન્સપોર્ટ સર્કુલર-01 અનુસાર 12 વર્ષથી નાની ઉંમરના બાળકોને તેમના વાલી કે માતા-પિતાની પાસે વાળી સીટ ઉપલબ્ધ થઈ શકશે, અને ખાસ વાત એ છે કે તેમના માટે યાત્રીને કોઈ વધારાનો ચાર્જ નહીં આપવો પડે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!