Dark Mode
Image
  • Monday, 03 June 2024

આકરી ગરમીને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહી

આકરી ગરમીને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહી

તાપમાન 1થી 2 ડિગ્રી વધવાની શક્યતામાં :આકરી ગરમીને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. જેમાં એપ્રિલ મહિનામાં સામાન્ય ગરમી રહેવાનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. ત્યારે રાજ્યમાં હીટવેવની શક્યતા નહિવત દર્શવામાં આવી છે. જ્યારે આગામી 5 દિવસમાં તાપમાન 1થી 2 ડિગ્રી વધવાની શક્યતામાં છે. IMD ના અનુમાન મુજબ એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં તાપમાન સામાન્યથી નીચું રહેવાની સંભાવના છે.

 

જ્યારે એપ્રિલના બીજા અઠવાડિયામાં રાજ્યમાં તાપમાન સામાન્ય રહેવાની આગાહી છે. તેમજ ત્રીજા અને ચોથા અઠવાડિયામાં તાપમાન સામાન્ય કરતાં ઉંચું રહેવાનું અનુમાન લગાવામાં આવ્યું છે. ત્યારે આ પ્રમાણે એપ્રિલ મહિનાનું તાપમાન રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

 

અમદાવાદમાં તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું :હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે કે રાજ્યમાં બે દિવસ પહેલા પડેલી કાળઝાળ ગરમી બાદ તાપમાન ઘટતા હાલ અમદાવાદમાં તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું છે અને સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું છે.

 

હિટવેવની શક્યતા નહિવત :ત્યારે ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે તાપમાન વધી રહ્યું છે તેવામાં એપ્રિલ મહિનામાં હિટવેવની શક્યતા નહિવત દર્શવામાં આવી છે પરંતુ આગામી 5 દિવસ તાપમાનનો પારો ઉંચો રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!