Dark Mode
Image
  • Thursday, 09 May 2024
જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડના પોલીસ હેડ કોન્સ્ટેબલ રૂપિયા 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડના પોલીસ હેડ કોન્સ્ટેબલ રૂપિયા 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

Image Source: Freepik

- જુગારના ધંધાર્થી પાસેથી જુગારનો કેસ નહીં કરવા માટે માંગી હતી લાંચ: જામનગર એસીબીની સફળ ટ્રેપ

જામનગર, તા. 09 જુલાઈ 2023, રવિવાર

જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડમાં ફરજ બજાવતા એક પોલીસ હેડ કોન્સ્ટેબલ રૂપિયા 10,000 ની લાંચ લેતાં રંગે હાથ ઝડપાઈ ગયા છે.

જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડમાં ફરજ બજાતા પોલીસ હેડ કોન્સ્ટેબલ દોલુભા જાડેજા કે જેને આજે જામનગર એસીબીની ટીમે મોડી સાંજે રૂપિયા 10,000ની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા છે. 

જુગાર ધારાનો કેસ નહીં કરવાના ભાગરૂપે વર્લી ના એક ધંધાર્થી પાસેથી લાંચની માંગણી કરી હતી. જેથી ફરિયાદી તે રકમ આપવા માંગતા ન હોવાથી જામનગરની એસીબી શાખા નો સંપર્ક સાધ્યો હતો, અને મોડી સાંજે ચેતક ટ્રાવેલ્સ નજીકના વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જે દરમિયાન એસીબીની ટીમ દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં પોલીસ કર્મચારી આબાદ ઝડપાઈ ગયા હતા.

તેની અટકાયત કરી લઈ, એસીબીની કચેરીએ લઈ જવામાં આવ્યા છે, અને આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. એસીબીની આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ચકચાર જાગી છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!