Dark Mode
Image
  • Wednesday, 08 May 2024

કેરળના જે ચર્ચ સામે ITની તપાસ ચાલી રહી છે તેણે ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને કર્યો સપોર્ટ

કેરળના જે ચર્ચ સામે ITની તપાસ ચાલી રહી છે તેણે ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને કર્યો સપોર્ટ

કેરળની તમામ 20 બેઠકો પર શુક્રવારે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન યોજાઇ ગયું.. દરમિયાન, પથાનમથિટ્ટા લોકસભા મતવિસ્તારના 'બિલીવર્સ ચર્ચે ભાજપના ઉમેદવાર અનિલ એન્ટોનીને સમર્થન આપવાનો નિર્ણય કર્યો હતો.. આ પહેલીવાર છે જ્યારે કોઈ ચર્ચે ભાજપના ઉમેદવારને જાહેરમાં સમર્થન આપ્યું હોય.

 

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પથનમથિટ્ટા લોકસભા સીટ પર આવતું બીલીવર્સ ચર્ચ વર્ષ 2020થી ઈન્કમ ટેક્સ વિભાગની તપાસનો સામનો કરી રહ્યું છે. 2017 માં, તેનું ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (FCRA) લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું.

 

IT અને FCRA સાથે કંઈ લેવાદેવા નથી - ફાધર સિજો

આ મામલે ચર્ચના પ્રવક્તા ફાધર સિજો પંડાપલકલનું કહેવું છે કે પથનમથિટ્ટા લોકસભા સીટ પર બીજેપીને સમર્થન આપવાનો નિર્ણય એન્ટનીની ચર્ચના નેતાઓ સાથેની મુલાકાત બાદ લેવાયો હતો. આને આવકવેરા તપાસ અથવા FCRA લાયસન્સ સાથે કોઈ લેવાદેવા નથી. ફાધરે કહ્યુ હતું કે આ સમર્થન માત્ર પથનમથિટ્ટામાં ભાજપના ઉમેદવાર અનિલ એન્ટની માટે છે. અમારા નિર્ણયને ચર્ચ સામેની આવકવેરાની તપાસ સાથે કોઈ લેવાદેવા નથી. આ તપાસ હજુ ચાલુ છે.

 

 

2019માં પણ આવું નહોતું કર્યુ તો હવે કેમ કરીએ ?

ચર્ચના પ્રવક્તા, ફાધર સિજો પંડાપલકલે જણાવ્યું હતું કે ચર્ચ પાસે FCRA લાઇસન્સ છે - જે વિદેશી સહાય મેળવવા માટે ફરજિયાત છે. 2019ની લોકસભા ચૂંટણીના ઘણા વર્ષો પહેલા તેને રદ કરવામાં આવ્યુ હતું.. જો કે, ચર્ચે તે સમયે ભાજપને ટેકો આપીને નિર્ણયને પાછો ખેંચવાનો પ્રયાસ કર્યો ન હતો. તેમણે કહ્યું કે અમે 2019ની ચૂંટણીમાં આવા કોઈ પ્રયાસ કર્યા નથી. તો પછી, અમે 2024 માં આવું કેમ કરીએ.

 


આવકવેરાના કેસની તપાસ નવેમ્બર 2020માં શરૂ કરવામાં આવી હતી.

ધ બીલીવર્સ ચર્ચ જેની સ્થાપના વર્ષ 2000માં પ્રચારક કેપી યોહાન્નન દ્વારા કરવામાં આવી હતી. તેનું મુખ્યાલય તિરુવલ્લામાં છે. ચર્ચ સામે આવકવેરાના કેસની તપાસ નવેમ્બર 2020માં શરૂ થઈ હતી. જે છેલ્લા કેટલાક વર્ષોમાં મળેલા દાનમાં રૂ. 4,000 કરોડ સાથે જોડાયેલી હતી. એવું જાણવા મળ્યું હતું કે આ ભંડોળનો મોટો ભાગ કથિત રીતે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ગયો હતો. આ સાથે ચર્ચનું FCRA લાઇસન્સ વર્ષ 2017 માં ખર્ચ સંબંધિત અનિયમિતતાને કારણે રદ કરવામાં આવ્યું હતું.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!