Dark Mode
Image
  • Thursday, 09 May 2024

ACB ગુજરાતે CID ક્રાઈમના સબ ઈન્સ્પેક્ટરને લાંચના કેસમાં ઝડપી લીધો

ACB ગુજરાતે CID ક્રાઈમના સબ ઈન્સ્પેક્ટરને લાંચના કેસમાં ઝડપી લીધો

બુલેટિન ઈન્ડિયા ગાંધીનગર : ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ આજે ગાંધીનગર કચેરીમાં સીઆઇડી (ક્રાઇમ)ના એક સબ ઇન્સ્પેક્ટરને રૂ.40,000ની રકમના લાંચ કેસમાં ઝડપી પાડ્યો હતો.આ કેસની વિગત મુજબ સીઆઈડી ક્રાઈમ સુરત ઝોન દ્વારા ફરિયાદી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

 

 

તે કેસની તપાસ ગાંધીનગરની સીઆઇડી ક્રાઇમ કચેરીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા આરોપી જગદીશકુમાર તુલસીભાઇ ચાવડાએ કરી હતી. સીઆઈડીએ તપાસ માટે ફરિયાદીના કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન વગેરે કબજે કર્યા હતા.આરોપી સબ ઈન્સ્પેક્ટરે મિલકત છોડવાના બદલામાં 50 હજારની લાંચ માગી હતી.

 

 

આ લાંચની રકમના રૂ.10,000 ચૂકવી દીધા હતા અને બાકીના 40 હજાર રૂપિયા આપવા ફરિયાદી તૈયાર ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદના આધારે એસીબીએ લાંચની માગણી અને લેતી વખતે લાંચના છટકામાં આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!