આપણા ગુજરાતમાં મહાદેવનું એક એવું અનોખું મંદિર આવેલું છે. જ્યાં જીવતા કરચલાનો અભિષેક કરવામાં આવે છે. આ સાંભળી ને આપણને થોડુક અજુકતું લાગશે કેમ કે સામાન્ય રીતે આપણે શિવલિંગ પર ફૂલ, દુધ, જળ અને તલ જેવા પદાર્થોનો અભિષેક કરતા હોય છે પરંતુ સુરતમાં આવેલું આ મહાદેવનું મંદિર કંઇક અનોખું જ છે
ચાલો આપણે જાણીએ કયું છે આ મંદિર ???
અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ભક્તો માં અનેરો ઉત્સાહ જોવા મળે છે અને ભગવાન શિવના ભક્તો મહાદેવના અલગ અલગ મંદિરમાં જઈ ને દર્શન કરતા હોય છે. દરેક મંદિર નું પોતાનું એક અલગ મહત્વ હોય છે અને પૂજા કરવાની રીતો પણ અલગ હોય છે તો આવું જ એક અનોખું મંદિર આપણા ગુજરાતના સુરત શહેરમાં આવેલું છે. જ્યાં શિવલિંગ પર દૂધ, પાણી, ફૂલ અને તાલ ની સાથે જીવતા કરચલાનો અભિષેક કરવમ આવે છે
આ અનોખું શિવ મંદિર સુરતના ઉમરગામમાં આવેલુ છે અને તેનું નામ છે રામનાથ ઘેલા શિવ મંદિર
રામનાથ ઘેલા મહાદેવને આ કરચલા શા માટે અર્પણ થાય છે, તેની સાથે એક રોચક દંતકથા જોડાયેલી છે. કહે છે કે વનવાસે નીકળેલા શ્રીરામ આ ભૂમિ પર પધાર્યા ત્યારે તેમને તેમના પિતા રાજા દશરથ ના મૃત્યુના સમાચાર મળ્યા. ત્યારે તેમેણે તાપી નદીના કિનારે તર્પણવિધિ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીરામે તે સમયે ભૂમિ પર બાણ ચલાવ્યું અને તે સાથે જ ધરતીમાંથી શિવલિંગનું પ્રાગટ્ય થયું. આ અદભુત શિવલિંગ જોઈ પ્રભુ રામજી ખૂબ જ ઘેલા થઈ ગયા અને એટલે જ મહાદેવ અહીં ‘રામનાથઘેલા’ તરીકે પ્રસિદ્ધ થયા. તેમજ પોષ વદ અગિયારસનો દિવસ એ રામનાથઘેલા મહાદેવનો પ્રાગટ્ય દિવસ મનાય છે અને એ જ દિવસે વર્ષમાં એકવાર ભક્તો તેમને જીવિત કરચલા અર્પણ કરે છે!
મહેશ્વરના પ્રાગટ્ય બાદ પિતાની તર્પણવિધિ માટે શ્રીરામને એક બ્રાહ્મણની જરૂર પડી. કહે છે કે ત્યારે સ્વયં દરિયાદેવ બ્રાહ્મણનું રૂપ લઈ તર્પણવિધિ કરવા પધાર્યા. તે ભરતીનો દિવસ હોઈ દરિયાદેવની સાથે અસંખ્ય દરિયાઈ જીવો અને વિશેષ તો કરચલા પણ શિવલિંગ પર ખેંચાઈ આવ્યા.
બસ એ દિવસથી આ એક જ દિવસે શિવલિંગ પર જીવતા કરચાલાનો અભિષેક કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે