B-INDIA Gujarati

NEWS GUJARAT

ACB ગુજરાતે CGST ઇન્સ્પેક્ટરની લાંચ કેસમાં ધરપકડ કરી

Spread the love

બુલેટિન ઈન્ડિયા વાપી : ગુજરાતના એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ વાપીમાં લાંચ કેસમાં સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સીજીએસટી) વિભાગના ઇન્સ્પેક્ટરને ઝડપી પાડ્યો છે. આરોપી યશવંત રાજેન્દ્ર ગેહલોત (25), સીજીએસટી ઇન્સ્પેક્ટર (વર્ગ-2, ગ્રુપ-બી) વાપી-1, ડિવિઝન-9, રેન્જ-5 અને 6 ખાતે જીએસટી ભવન, વાપીની સીજીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ ઓફિસમાં તૈનાત હતો.

ગેહલોત મધ્યપ્રદેશના ઇન્દોરના વતની છે.એ.સી.બી.ના જણાવ્યા મુજબ આ કેસમાં ફરિયાદી ભાગીદારીમાં એક કન્સ્ટ્રક્શન ફર્મ ચલાવે છે. તેમણે વર્ષ 2020-21 માટે સેન્ટ્રલ અને સ્ટેટ જીએસટી ભર્યો હતો, પરંતુ સેન્ટ્રલ એક્સાઇઝ પોર્ટલ પર સીજીએસટીની ચુકવણી અંગે નોટિસ મળી હતી. આ પછી, તેણે સીજીએસટી ઓફિસની મુલાકાત લીધી.

જ્યાં આરોપી સીજીએસટી ઇન્સ્પેક્ટરે નોટિસ ક્લિયર કરવા માટે ₹40,000 ની લાંચ માંગી હતી.ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ છટકું ગોઠવવામાં આવ્યું હતું, અને આજે વાપીની સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝની ઓફિસમાં ~40,000ની લાંચની રકમ મેળવ્યા બાદ આરોપી સીજીએસટી ઇન્સ્પેક્ટરને પકડવામાં આવ્યો હતો.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *