Dark Mode
Image
  • Friday, 17 May 2024

યોગી આદિત્યનાથે મઉની દિવાલ ધરાશાયી થતા પીડિતોના પરિવારજનો માટે 4 લાખ રૂપિયાની સહાયની કરી જાહેરાત

યોગી આદિત્યનાથે મઉની દિવાલ ધરાશાયી થતા પીડિતોના પરિવારજનો માટે 4 લાખ રૂપિયાની સહાયની કરી જાહેરાત

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશ રાજ્યના મઉમાં દિવાલ ધરાશાયી થયા બાદ માર્યા ગયેલા લોકોના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોના પરિવાર માટે 50-50 હજાર રૂપિયાની મદદની પણ જાહેરાત કરી હતી.

 

યોગી આદિત્યનાથે અધિકારીઓને આ ઘટનામાં તપાસ શરૂ કરવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની સૂચના પણ આપી હતી. 

 

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે મઉ જિલ્લામાં એક દિવાલ ધરાશાયી થયા બાદ માર્યા ગયેલા બે બાળકો સહિત છ લોકોના પરિવારો માટે 4-4 લાખ રૂપિયાની વળતરની રકમની જાહેરાત કરી હતી.

 

તેમણે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોના પરિવારજનોને 50-50 હજાર રૂપિયા વળતર આપવાની પણ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ વધુમાં જાહેર કર્યું કે, ઘાયલોની તબીબી સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.

 

 

યોગી આદિત્યનાથે અધિકારીઓને આ કેસની તપાસ હાથ ધરવા અને ઘટના માટે જવાબદાર આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરવા સૂચના પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે મઉમાં દિવાલ ધરાશાયી થતાં બે બાળકો સહિત ઓછામાં ઓછા છ લોકોનાં મોત નીપજ્યાં હતાં, અને 23 અન્ય ઘાયલ થયા હતા.

 

ઘોસી વિસ્તારમાં લગ્નની વિધિ દરમિયાન આ ઘટના બની હતી. પોલીસે જણાવ્યું હતું કે દિવાલની સામેની બાજુએ રેતીનો ઢગલો રાખવામાં આવ્યો હતો, જેના કારણે દિવાલ ધરાશાયી થઈ હતી, જેના કારણે લોકો અંદર ફસાઈ ગયા હતા.

 

મઉના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના જણાવ્યા અનુસાર, એક સ્થાનિક ગામની કેટલીક મહિલાઓ જૂની દિવાલ નીચે ધાર્મિક વિધિમાં ભાગ લઈ રહી હતી ત્યારે દિવાલ ધરાશાયી થઈ હતી અને તેમના પર પડી હતી.

 

 

આ ઘટનાને પગલે કાટમાળને દૂર કરવા માટે એક અર્થમૂવર તૈનાત કરવામાં આવ્યું હતું અને અંદર ફસાયેલા તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને નજીકના હોસ્પિટમાં ખસેડવામાં આવ્યા હતા

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!