Dark Mode
Image
  • Wednesday, 22 May 2024

કન્નડ અભિનેતાની કારથી મહિલાનું મૃત્યુ થયું, અકસ્માત બદલ પોલીસે કરી ધરપકડ

કન્નડ અભિનેતાની કારથી મહિલાનું મૃત્યુ થયું, અકસ્માત બદલ પોલીસે કરી ધરપકડ

નાગભૂષણે ફૂટપાથ પર ચાલી રહેલા દંપતીને ટક્કર મારી હતી. આ એક્સિડન્ટમાં મહિલાનું મૃત્યુ થયું છે.

 

કન્નડ ફિલ્મોના અભિનેતા નાગભૂષણની કાર એક્સિડન્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. રોડ અકસ્માતની આ ઘટના બેંગલુરુમાં બની હતી. નાગભૂષણે રસ્તા પર ચાલતા દંપતીને કારની ટક્કર મારી હતી. આ કરુણ ઘટનામાં 48 વર્ષીય પત્નીનું મૃત્યુ થયું છે, જ્યારે 58 વર્ષીય પતિ ગંભીર રીતે ઘાયલ છે. દંપતીના પુત્રએ નાગભૂષણ સામે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી.

 

 

મહિલાના મોતનું કારણ બની નાગભૂષણની કાર

 

કન્નડ અભિનેતા નાગભૂષણની કાર ગત રાત્રે એક મહિલાના મોતનું કારણ બની હતી. નાગભૂષણે ફૂટપાથ પર ચાલી રહેલા દંપતીને ટક્કર મારી હતી. આ એક્સિડન્ટમાં મહિલાનું મૃત્યુ થયું છે જ્યારે તેના પતિ ગંભીર રીતે ઘાયલ થયા છે.

 

મામલાની તપાસ ચાલુ છે

 

આ ભયાનક અકસ્માત બાદ પોલીસે નાગભૂષણ પર કેસ નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. રિપોર્ટ અનુસાર, શનિવારે રાત્રે હતભાગી કપલ ફૂટપાથ પર વોક કરી રહ્યું હતું, ત્યારે નાગભૂષણની  કાર તેમની સાથે અથડાઈ હતી. કપલને ટક્કર માર્યા બાદ અભિનેતાની કાર ફૂટપાથ પર વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી.

 

અભિનેતા પોતે દંપતીને હોસ્પિટલ લઈ ગયા

 

રિપોર્ટ અનુસાર, આ એક્સિડન્ટ બેંગલુરુના વસંત પૂરી મેઈન રોડ પર થયો હતો. અભિનેતા નાગભૂષણ ઉત્તરહલ્લીથી કોનાનાકુંતે તરફ જઈ રહ્યા હતા. તેમની સ્પીડમાં આવતી કાર ફૂટપાથ પર ચાલતાં દંપતી સાથે અથડાઈ હતી. આ દુર્ઘટના બાદ નાગભૂષણ પોતે કપલને હોસ્પિટલ લઈ ગયા હતા. આ દરમિયાન 48 વર્ષની પ્રેમાએ દમ તોડી નાખ્યો હતો. તો મૃતક પ્રેમના પતિ કૃષ્ણા (ઉં. 58)ની હાલત ગંભીર છે. તેમને બંને પગ, માથા અને પેટમાં ઈજા થઈ છે. બેંગલુરુની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

 

 

પોલીસે નાગભૂષણ સામે કેસ કર્યો

 

આ ગંભીર અકસ્માત બાદ અભિનેતા સામે બેંગલુરુના કુમારસ્વામી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. પોલીસે આ કેસમાં નાગભૂષણ પર ઓવરસ્પીડિંગ અને બેદરકારીનો ચાર્જ લગાવ્યો છે.

 

જાણીતી ફિલ્મોમાં કર્યું છે કામ

 

નાગભૂષણ કન્નડ ફિલ્મોમાં ઘણી ફિલ્મોમાં સપોર્ટિંગ કેરેક્ટર ભજવી ચૂક્યા છે. અભિનેતાએ ‘યુવારત્ન', ‘લકી મેન' અને ‘ડેરડેવિલ મુસ્તફા' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. નાગભૂષણને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી કન્નડ ફિલ્મ ‘તગારુ પલ્યા' નવેમ્બરમાં રિલીઝ થવાની છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!