Dark Mode
Image
  • Wednesday, 22 May 2024

બીજી વખત માતા-પિતા બનશે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા? જલ્દી કરી શકે છે જાહેરાત

બીજી વખત માતા-પિતા બનશે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા? જલ્દી કરી શકે છે જાહેરાત

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે બીજી વખત પારણું બંધાવાનું છે. કેટલાક રિપોર્ટમાં અનુષ્કા શર્માની પ્રેગ્નન્સીના સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી.

 

બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી બીજી વખત પેરેન્ટ્સ બનવાના છે. એક અહેવાલ વહેતો થયા બાદ આ અંગે ચર્ચા થઈ રહી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અનુષ્કાની બીજી વખત પ્રેગ્નન્સીના અહેવાલ સાચા છે એટલે કે કપલના ઘરે બીજી વખત નાનકડો મહેમાન આવવાનો છે. ઉલ્લેખનીય છે કે, અનુષ્કા અને વિરાટને વામિકા નામની દીકરી છે.

 

અનુષ્કા શર્મા બીજી વખત માતા બનશે

 

 

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે બીજી વખત પારણું બંધાવાનું છે. કેટલાક રિપોર્ટમાં અનુષ્કા શર્માની પ્રેગ્નન્સીના સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે અભિનેત્રી તેની પહેલી પ્રેગ્નન્સીની જેમ જ બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરશે. કથિત રીતે આ જ કારણે તે હાલ લોકોની નજરોથી દૂર છે. અનુષ્કા અને વિરાટને મુંબઈના એક મેટરનિટી ક્લિનિકની બહાર પણ સ્પોટ કરવામાં આવ્યા હતા. જોકે, કપલની રિક્વેસ્ટ પર ફોટોગ્રાફરોએ ફોટોઝ લીધા ન હતા.

 

 

જલ્દી અનાઉન્સમેન્ટ કરશે અનુષ્કા-વિરાટ

 

 

કહેવાય છે કે, અનુષ્કા અને વિરાટ કોહલી ટૂંક સમયમાં આ સારા સમાચાર પોતાના ચાહકો સાથે શેર કરશે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 2017માં ઇટાલીના ટસ્કનીમાં લગ્ન કર્યા હતા. આ દંપતીને ત્યાં વર્ષ 2021માં દીકરી વામિકાનો જન્મ થયો હતો. ત્યારથી તેઓ બંને પેરેન્ટિંગનો સમય માણી રહ્યા છે. હવે અનુષ્કા અને વિરાટ બીજી વખત માતા-પિતા બનશે.

 

 

દીકરી વામિકાનો ચહેરો નથી બતાવ્યો

 

પાવર કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી દીકરી વામિકાને લઈને પહેલાંથી જ ખૂબ પ્રોટેક્ટીવ રહ્યા છે. તેમણે હજુ સુધી તેમની પુત્રીનો ચહેરો જાહેર કર્યો નથી. દીકરીના જન્મ વખતે જ તેમણે પાપારાઝીને એવી વિનંતી કરી હતી કે તેઓ તેમની દીકરીનો ફોટો ન લે અને ક્યાંય પોસ્ટ ન કરે. એ પછી વામિકાની તસવીરો ક્યાંય પોસ્ટ કરવામાં આવી ન હતી. જોકે, એક વખત એક મેચ દરમિયાન અનુષ્કા સાથે વામિકાનો વિડીયો વાયરલ થયો હતો. જોકે, એ પછી પણ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાનો મત સ્પષ્ટ રાખીને એ વિડીયો દૂર કરવાની માંગ કરી હતી.

 

 

વર્કફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા શર્મા ‘ચકદા એક્સપ્રેસ’ ફિલ્મમાં ક્રિકેટર ઝૂલન ગોસ્વામીનો રોલ કરવાની છે. આ ફિલ્મનું ટીઝર આવ્યું હતું, પણ આગળ કોઇપણ અપડેટ જારી કરવામાં નથી આવી.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!