Dark Mode
Image
  • Wednesday, 15 May 2024

શું પીલીભીતમાં વરુણ ગાંધી જ રહેશે ભાજપના ઉમેદવાર, અંગત સચિવે પ્રથમ દિવસેજ લઇ લીધું ઉમેદવારી પત્ર

શું પીલીભીતમાં વરુણ ગાંધી જ રહેશે ભાજપના ઉમેદવાર, અંગત સચિવે પ્રથમ દિવસેજ લઇ લીધું ઉમેદવારી પત્ર

ભાજપના લોકસભા ઉમેદવારોની આગામી યાદી બહાર આવે તે પહેલા પીલીભીત બેઠક સમાચારોમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ વરુણ ગાંધી અને તેમની માતા મેનકા ગાંધીમાંથી કોઈ એકને ટિકિટ આપી શકે છે. આવી સ્થિતિમાં વરુણ ગાંધીની ટિકિટ કેન્સલ થવાની અટકળો ચાલી રહી છે. થોડા કલાકો પહેલા સપા તરફથી ટિકિટ મળવાની ચર્ચાઓ પણ જોર પકડવા લાગી હતી, પરંતુ છેલ્લા 24 કલાકમાં બે મોટા ઘટનાક્રમે પીલીભીત સીટ પર સસ્પેન્સ વધુ ગાઢ બનાવી દીધું છે. આ ઉપરાંત પીલીભીતમાં લોકસભાની ચૂંટણી પણ રસપ્રદ બની રહી છે.

 

 

-- સપાએ પીલીભીતથી ઉમેદવારની કરી જાહેરાત :- સપાએ પીલીભીતથી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે. જી હા, પૂર્વ મંત્રી ભગવત સરન ગંગવારને સપાની ટિકિટ મળી છે. આનાથી ભાજપના વર્તમાન સાંસદ વરુણ ગાંધી સમાજવાદી પાર્ટીમાં જોડાઈ શકે તેવી અટકળોનો અંત આવ્યો છે.

 

 

-- વરુણ ગાંધીના અંગત સચિવે ઉમેદવારી પત્ર લીધા :- ચૂંટણીના પ્રથમ તબક્કા માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ થવાના માત્ર 24 કલાક પહેલા વરુણ ગાંધીના અંગત સચિવે ઉમેદવારી પત્રો ખરીદ્યા હતા. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે વરુણ ચૂંટણી લડશે અને સીટ પીલીભીત જ રહેશે. તેમના અંગત સચિવે ચાર સેટમાં ઉમેદવારીપત્રો લીધા છે.

 

 

-- શું પીલભીતથી વરુણ ગાંધીને ટિકિટ કન્ફર્મ છે ? :- સુત્રોનું માનીએ તો વરુણ ગાંધીને ભાજપ પીલીભીતથી ચૂંટણી લડાવશે તે કન્ફર્મ છે, કારણ કે જો આમ હોય તો જ તેમના અંગત સચિવ પ્રથમ દિવસેજ ઉમેદવારી પત્ર લેવા પહોંચે જો કે, ભાજપે હજુ સુધી પીલીભીતથી પોતાના ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરી નથી.

 

 

-- કે પછી વરુણ ગાંધી એવું બતાવવા માંગે છે કે પોતે તૈયાર છે ? :- બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વરુણ ગાંધી એવું દર્શાવવા માંગે છે કે પોતે બધી રીતે તૈયાર રહેવા માંગે છે, જો ભાજપ તેમને ટિકિટ નહીં આપે તો તેઓ અલગ રસ્તે જઈ શકે છે. વાસ્તવમાં, સપાના ઉમેદવારની ઘોષણા પછી, તે સ્પષ્ટ છે કે હવે જો પીલીભીતથી વરુણ ગાંધીનું નામ બીજેપીની આગામી યાદીમાં સામેલ નહીં થાય તો તેમની પાસે અપક્ષ તરીકે ચૂંટણી લડવા સિવાય કોઈ વિકલ્પ બચશે નહીં.

 

 

-- વરુણ ગાંધી-મેનકા ગાંધીની પરંપરાગત બેઠક :- પીલીભીત લોકસભા 1989 થી મેનકા અને વરુણ ગાંધીની પરંપરાગત બેઠક છે. મેનકા ગાંધી આ બેઠક પરથી 1998 અને 1999માં અપક્ષ તરીકે જીત્યા હતા. 2004માં તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા. વરુણ ગાંધી આ બેઠક પરથી 2009 અને 2019માં જીત્યા હતા..

 

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!