Dark Mode
Image
  • Monday, 20 May 2024

'....તો મુર્શિદાબાદમાં TMCને ફરીએવાર હરાવીશું' ગઠબંધન ન કરવાની મમતાની વાત પર કોંગ્રેસનો જવાબ

'....તો મુર્શિદાબાદમાં TMCને ફરીએવાર હરાવીશું' ગઠબંધન ન કરવાની મમતાની વાત પર કોંગ્રેસનો જવાબ

કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ I.N.D.I.A ગઠબંધનને લઈને મોટી વાત કહી છે.

 

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીનું કહેવું છે કે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને લોકસભા ચૂંટણમાં I.N.D.I.A ગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે જોડાણ કરવામાં રસ નથી.

 

મુર્શિદાબાદ જિલ્લામાં મીડિયા સાથે વાત કરતા ચૌધરીએ કહ્યું, “મુખ્યમંત્રી પોતે પશ્ચિમ બંગાળમાં ગઠબંધન ઇચ્છતા નથી કારણ કે તેમને સમસ્યાઓનો સામનો કરવો પડશે. તેમણે પોતે જ ગઠબંધનની શક્યતાને નષ્ટ કરી દીધી છે. જો તમે તેમનું ભાષણ સાંભળશો, તો તમને ખબર પડશે કે તે અહીં ગઠબંધન નથી ઈચ્છતી."

 

 

મમતાએ પશ્ચિમ બંગાળમાં એકલા હાથે લડવાના સંકેત આપ્યા હતા

 

કોંગ્રેસ નેતાની આ ટિપ્પણી મમતા બેનર્જીના એ નિવેદન બાદ આવી છે જેમાં તેમણે કહ્યું હતું કે I.N.D.I.A ગઠબંધનની રચના ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે જ કરવામાં આવી છે, પશ્ચિમ બંગાળમાં તો ટીએમસી ભાજપ સામે એકલા હાથે લડશે.. તેમણે કહ્યુ હતું કે માત્ર TMC જ પશ્ચિમ બંગાળમાં ભાજપને હરાવી શકે છે અને દેશભરમાં અન્ય લોકો માટે એક મોડેલ સેટ કરી શકે છે.

 

 

'મુર્શિદાબાદમાં TMC અને BJPને ફરી હરાવીશું'

 

અધીર રંજન ચૌધરીએ કહ્યું, "કોંગ્રેસ તેની ચૂંટણીની તૈયારીઓ સાથે આગળ વધી રહી છે. અમને કોઈ પરવા નથી કે કોણ અમારી સાથે આવે છે કે અમને છોડે છે. અમે મુર્શિદાબાદમાં ટીએમસી અને બીજેપીને ઘણી વખત હરાવ્યું છે અને અમે ફરીથી હરાવીશું." 2019ની લોકસભા ચૂંટણીમાં, TMC પશ્ચિમ બંગાળની કુલ 42 લોકસભા બેઠકોમાંથી 22 જીતી હતી, જ્યારે કોંગ્રેસે બેરહામપુર અને માલદા દક્ષિણની બેઠકો જીતી હતી.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!