Dark Mode
Image
  • Monday, 20 May 2024

'બારે મેઘ ખાંગા' કોને કહેવાય..? જાણો વરસાદના ૧૨ પ્રકાર વિષે

'બારે મેઘ ખાંગા' કોને કહેવાય..? જાણો વરસાદના ૧૨ પ્રકાર વિષે

'બારે મેઘ ખાંગા' કોને કહેવાય..? જાણો વરસાદના ૧૨ પ્રકાર વિષે.

 

ચોમાસાની સિઝનમાં સમગ્ર દેશમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કેટલાય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો કેટલાય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસ્યો છે..અનેક વિસ્તારોમાં 'બારે મેઘ ખાંગા’ હોય તેવી સ્થિતિ છે ત્યારે સવાલ થાય છે કે 'બારે મેઘ ખાંગા’ કોને કહેવાય..? શું છે આ શબ્દનો અસલી મતલબ..?

 

 

વરસાદના કેટલા છે પ્રકાર..?

 

ચોમાસુ શરૂ થતાંની સાથે મૂશળધાર વરસાદ, બારે મેઘ ખાંગા, ધીમી ધારે વરસાદ, અનરાધાર વરસાદ જેવા શબ્દો સાંભળવા મળતા હોય છે ત્યારે કેટલાક શબ્દોના અર્થ પર પ્રશ્નાર્થ થાય છે. ત્યારે આજે આપણે જાણીશું આ જ પ્રકારના વરસાદના 12 પ્રકારને..

 

 

વરસાદના 12 પ્રકારનું ટૂંકમાં વર્ણન

 

ગુજરાતી લોક્સાહિત્ય પ્રમાણે 12 પ્રકારના મેઘનુ વર્ણન કરવામાં આવેલું છે..વરસાદના 12 પ્રકારનું ટૂંકમાં વર્ણન કરીએ.

 

1 ફરફર : જેનાથી માત્ર હાથ-પગના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ

2 છાંટા : ફરફરથી વધુ વરસાદ

3 ફોરા : છાંટાથી વધુ મોટા ટીપાં

4  કરા : ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ

5  પછેડીવા : પછેડી (ફેંટા જેવા સાથે રખાતા કપડાની ટુકડો)થી રક્ષણ થાય તેવો વરસાદ

6  નેવાધાર : છાપરાના નેવા પરથી (નળીયા પરથી) પાણી વહે તેવો વરસાદ

7  મોલ મેહ : મોલ એટલે પાકને જરૂરી હોય તેવો વરસાદ

8  અનરાધાર : એક છાંટો, બીજા છાંટાને સ્‍પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ

9  મૂશળધાર : અનારાધારથી તીવ્ર વરસાદ, આ વરસાદને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.

10 ઢેફાભાંગ: વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ

11 પાણ મેહ : ખેતરો પાણીથી છલોછલ ભરાઇ જાય અને કૂવાના પાણી પર આવી જાય તેવો વરસાદ

12 હેલી : ઉપરના અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડીયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે.

 

 

બારે પ્રકારના મેઘ એક સામટા વરસે ત્યારે કહેવાય કે બારે મેઘ ખાંગા થયા.

 

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!