Dark Mode
Image
  • Wednesday, 15 May 2024

વજન ઘટાડવું હોય કે ડાયાબિટીસ હોય, શિયાળામાં મગફળી ખાવાના છે અઢળક ફાયદા

વજન ઘટાડવું હોય કે ડાયાબિટીસ હોય, શિયાળામાં મગફળી ખાવાના છે અઢળક ફાયદા

બહુ ઓછા લોકો જાણે છે કે તમારો મનપસંદ ટાઈમપાસ સ્નેક્સ મગફળી સ્વાદ સાથે વેઈટલોસમાં પણ મદદ કરે છે.

 

શિયાળામાં તડકામાં બેસીને મગફળી એટલે કે શિંગા ખાવાની મજા કંઈક અલગ જ છે. મગફળી એ માત્ર  ટાઈમપાસ સ્નેક્સ નથી, પણ સ્વાસ્થ્ય માટે પણ સારી છે. પીનટ્સમાં પ્રોટીન અને ફાઈબરની પર્યાપ્ત માત્રા હોય છે તો સાથે પોલીફેનોલ, એન્ટી-ઓક્સિડન્ટ, વિટામિન અને મિનરલ્સ પણ ભરપૂર હોય છે. મગફળી વેઈટલોસથી લઈને ડાયાબિટીસ સુધી બહુ ફાયદાકારક છે.

 

મગફળી ખાવાના ફાયદા

 

 

વેઈટલોસ:-    બહુ ઓછા લોકો જાણે છે કે તમારો મનપસંદ ટાઈમપાસ સ્નેક્સ મગફળી સ્વાદ સાથે વેઈટલોસમાં પણ મદદ કરે છે. વજન ઘટાડવા માટે મગફળી એટલા માટે ફાયદાકારક છે કેમકે, તે ખાવાથી વ્યક્તિને લાંબો સમય ભૂખ નથી લાગતી, જેથી વ્યક્તિ ઓછું ભોજન લે છે. આનાથી વજન કંટ્રોલમાં રહે છે. મગફળીમાં હાજર હેલ્ધી મોનોસેચ્યુરેટેડ ફેટ હોર્મોનને ઉત્તેજિત કરીને ભૂખ પ્રત્યે વ્યક્તિને સંતુષ્ટ કરે છે. એટલે વ્યક્તિનું વજન નથી વધતું.

 

હેલ્ધી સ્કિન:-   મગફળીમાં વિટામિન બી3 અને નિયાસીન ત્વચાને કરચલી, ફાઈન લાઈન અને હાઈપરપીગ્મેન્ટેડ ધબ્બાને ઓછા કરવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલું ફાઈબર શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે. મર્યાદિત માત્રામાં મગફળીનું સેવન નિયમિત કરવાથી ત્વચામાં નિખાર આવી શકે છે. એવામાં શિયાળામાં જો તમારી સ્કિન ફાટી જતી હોય તો તમે પીનટ ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો.

 

બાળકોનો વિકાસ:-   મગફળીમાં રહેલું પ્રોટીન માંસપેશીઓને સપોર્ટ કરે છે અને મસલ્સ મજબૂત કરે છે. આ પ્રોટીન ફિઝિકલ એક્ટિવિટી બાદ રિકવરીમાં મદદ કરીને શારીરિક વિકાસમાં સુધારો કરે છે.

 

શરદી-ખાંસીમાં રાહત:-   મગફળીનું સેવન કરવાથી શરદી-ખાંસીમાં પણ ફાયદો મળે છે. મગફળીની તાસીર ગરમ હોવાથી તે તમારા શરીરને ઠંડીની સીઝનમાં ગરમ રાખે છે.

 

કેન્સરનું જોખમ ઘટાડે છે:- નિષ્ણાતોના મતે મગફળી ખાવાથી ઘણા પ્રકારના કેન્સરથી બચી શકાય છે. તેમાં પોલીફેનોલિક એન્ટી-ઓક્સીડેન્ટની માત્રા વધુ હોય છે, જે કેન્સરના જોખમને ઘટાડવામાં મદદરૂપ છે. આ ઉપરાંત, મગફળી બેડ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડે છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે.

 

ડાયાબિટીસ:- તમે કદાચ નહીં જાણતા હો કે મગફળીનું સેવન કરવાથી ડાયાબિટીસમાં પણ રાહત મળે છે. મગફળીમાં હાજર મિનરલ્સ બ્લડ શુગરને સંતુલિત રાખે છે. એક અભ્યાસ અનુસાર મગફળીનું સેવન કરવાથી ડાયાબિટીસનો ખતરો 21 ટકા સુધી ઓછો કરી શકાય છે.

 

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!