Dark Mode
Image
  • Monday, 06 May 2024

હિમાલયના સરોવરોમાં સતત વધી રહ્યુ છે જળસ્તર, સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા પર મુસિબત, ઇસરોનો રિપોર્ટ

હિમાલયના સરોવરોમાં સતત વધી રહ્યુ છે જળસ્તર, સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા પર મુસિબત, ઇસરોનો રિપોર્ટ

-- હિમાલયની ઝીલોનો આકાર અને જળસ્તર સતત વધી રહ્યું છે :- રિપોર્ટ અનુસાર વર્ષ 1989માં જે ઝીલનો આકાર લગભગ 36 હેક્ટર હતો તે ઝીલનો આકાર વર્ષેને વર્ષે વધતા વર્ષ 2008માં 60 હેક્ટર, વર્ષ 2014માં હિમાલયની આજ ઝીલ 77.59 હેક્ટર ક્ષેત્રમાં ફેલાઈ ગઈ હતી.પરંતુ વર્ષ 2020માં ઝીલનો આકાર 95 હેક્ટર થઈ ગયો. પછી વર્ષ 2022માં વર્ષ 1989ના મુકાબલે લગભગ ત્રણ ગણો વધીને 101 હેક્ટર થઈ ગયો. ISROએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે હિમાલયની 601 ઝીલ બે ગણી વધારે વધી ગઈ છે. 10 ઝીલ એવી છે જેનો આકાર ડોઢથી 2 ગણા સુધી વધી ગયો છે. જ્યારે 65 ઝીલનો આકાર ડોઢ ગણા સુધી વધી ગયો છે.

 

 

-- ઝીલ ગમ તે સમયે ફાટી શકે છે :- હિમાલયમાં ઝીલના મોટાથવાનું મોટુ કારણ ગ્લેશિયલનું ઝડપથી ઓગળવું છે. જો આ રફ્તારથી હિમાલયના ગ્લેશિયર ઓગળતા રહ્યા તો ઝીલનો આકાર એટલો વધી જશે કે કોઈ પણ સમયે ઝીલ ફાટી શકે છે. અને કોઈ પણ સમયે મોટુ સંકટ આવી શકે છે.

 

 

 

-- વધતા તાપમાનની અસર :- ઝડપથી ગ્લેશિયર ઓગળવાનું સૌથી મોટુ કારણ ધરતીનું વધતુ તાપમાન છે. નાસાના જણાવ્યા અનુસાર વર્ષ 1880થી અત્યાર સુધી ઘરતીનું સરેરાશ તાપમાન 1.1 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. જે આવતા બે દશકમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!