Dark Mode
Image
  • Friday, 17 May 2024

રિયા સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ આપતી હતી? અભિનેતાની આત્મહત્યાના ત્રણ વર્ષ બાદ તોડી ચુપ્પી

રિયા સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ આપતી હતી?  અભિનેતાની આત્મહત્યાના ત્રણ વર્ષ બાદ તોડી ચુપ્પી

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના ત્રણ વર્ષ બાદ પહેલી વખત રિયા ચક્રવર્તીએ તેના પર લાગેલા આરોપો અંગે પ્રતિક્રિયા આપી હતી.

 

 2020માં સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના આઘાતજનક સમાચારથી દરેક વ્યક્તિ ચોંકી ઉઠી હતી. અભિનેતાના સુસાઈડ કેસમાં તેની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તીને દોષી માનીને તેને સજા સંભળાવવામાં આવી હતી. રિયાનું મીડિયા ટ્રાયલ પણ થયું હતું. સોશિયલ મીડિયા પર તેને સખત ટ્રોલ કરવામાં આવી હતી. કોઈએ તેને ચુડેલ કહી તો કોઈએ ખૂની. સુશાંતના મૃત્યુના ત્રણ વર્ષ બાદ પહેલી વખત રિયા ચક્રવર્તીએ આ આરોપો પર ચુપ્પી તોડી હતી.

 

 

‘હું લોકોને ક્રિમિનલ નથી લાગતી’

 

‘ઈન્ડિયા ટુડે કોન્કલેવ 2023’માં રિયા ચક્રવર્તીને એવું પૂછવામાં આવ્યું હતું કે જ્યારે તે બહાર નીકળે છે ત્યારે લોકો શું કહે છે અને તેને કેવું ફીલ થાય છે. રિયાએ આનો જવાબ આપ્યો કે, “હું જ્યારે પણ તૈયાર થઈને બહાર નીકળું છું ત્યારે દરેક વ્યક્તિ મને જુદી-જુદી નજરથી જુએ છે. કોઈને હું લાચાર લાગું છું તો કોઈને લાગે છે કે મેં જ સુશાંતનું મર્ડર કર્યું છે. કોઈ વિચારે છે કે હું ખરેખર આવું કરી શકું? કેટલાંક લોકોને મારું બિન્દાસ રહેવું ખટકે છે. હું તેમને કોઈ એન્ગલથી ક્રિમિનલ નથી લાગતી.”

 

ડ્રગ્સ, NCBથી કંટાળી ગઈ છું

 

 

ઈન્ટરવ્યૂમાં રિયાને પૂછવામાં આવ્યું હતું કે, ડ્રગ સપ્લાયના આરોપમાં તેને છ અઠવાડિયા જેલમાં પસાર કરવા પડ્યા હતા. શું તેણે સુશાંતને ડ્રગ્સ આપ્યું હતું? આના જવાબમાં રિયાએ કહ્યું હતું કે, “બિલકુલ નહીં. હું ડ્રગ્સ, NCBની વાત કરીને કંટાળી ગઈ છું. શું આપણે અહીં આ વાત કરવા બેઠાં છીએ. મામલો કોર્ટમાં છે. એજન્સીને તેમનું કામ કરવા દો.”

 

‘લોકો મને ચૂડેલ કહેતા હતા’

 

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ રિયા પર કેટલાંક લોકોએ કાળો જાદૂ કરવાનો આરોપ મૂક્યો હતો અને તેને ચૂડેલ નામ આપ્યું હતું. આ અંગે અભિનેત્રીએ કહ્યું કે, મને કોઈ ફરક નથી પડતો. સમાજમાં એવું છે કે જો લગ્ન બાદ પતિ વધુ ડ્રિંક કરે તો એવું કહેવાય છે કે જુઓ પત્નીના કારણે આમ થયું. જો પતિની કારકિર્દી હાલકડોલક થાય તો પણ એવું કહેવાય છે કે આ આવી ત્યારથી આ બધું થયું છે.

 

સુશાંતની બહેને આપ્યો વળતો જવાબ

 

રિયાએ ઈન્ટરવ્યૂ આપ્યા બાદ સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતાએ રિયાનું નામ લીધા વગર સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “મને નથી ખબર તમે પોતાની અંતરાત્માને શું જવાબ આપશો. મારો ભાઈ બહુ સાફ દિલનો હતો. અમે તેના ન્યાય માટે હંમેશાં લડતા રહેશું.”

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!