Dark Mode
Image
  • Wednesday, 15 May 2024

નવા વર્ષે વજન ઘટાડવું છે? આ સરળ ડાયેટ પ્લાનથી રહેશો ફિટ એન્ડ ફાઈન

નવા વર્ષે વજન ઘટાડવું છે? આ સરળ ડાયેટ પ્લાનથી રહેશો ફિટ એન્ડ ફાઈન

-- ઠંડીની સીઝનમાં નવશેકું પાણી પીવાથી પાચનક્રિયા સારી બને છે. વજન ઘટાડવા માટે પાચન સારું થવું જરૂરી છે :

 

નવું વર્ષ આવતાં જ લોકો જુદા-જુદા રેઝોલ્યુશન લે છે, જેમાં હેલ્ધી અને ફિટ રહેવાની વાતો સામાન્ય હોય છે. જો કે, આ સંકલ્પને લઈને તમારી પ્રતિબદ્ધતા સૌથી મહત્વની હોય છે. જો તમે નવા વર્ષે વેઈટ મેઈન્ટેન કરવાનો સંકલ્પ લીધો હોય તો અહીં ડાયેટિશિયને જણાવેલો અસરકારક ડાયેટ પ્લાન જરૂર ફોલો કરો. ઈન્ટરનેટના યુગમાં તમને જુદા-જુદા પ્રકારના વેઈટલોસ રૂટિન મળશે, પણ આ સૌથી સરળ ડાયેટ પ્લાન છે.

 

 

-- તુલસીની ચા :- દિવસની શરૂઆત નોર્મલ દૂધવાળી ચાને બદલે તુલસીવાળી ચાથી કરો. આ ચા સ્ટ્રેસ લેવલને ઓછું કરે છે અને સાથે જ કોર્ટિસોલ હોર્મોન્સને ઓછા બનાવે છે.

 

 

-- પ્રોટીનથી ભરપૂર બ્રેકફાસ્ટ :- બ્રેકફાસ્ટમાં હંમેશાં પ્રોટીનથી ભરપૂર ફૂડ જેમ કે, બેસનના ચીલા, મૂંગ દાળના ઢોસા, લીલા મગ વગેરે ખાવા જોઈએ. આ ફૂડ લો કેલરીવાળા હોય છે. આ ફૂડ મેટાબોલિઝમ વધારવા ઉપરાંત લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે.

 

 

-- મેથી દાણા :- બ્રેકફાસ્ટના બેટરમાં મેથીના દાણા જરૂર નાખો. મેથીના દાણા બ્લડ શુગર લેવલ જાળવી રાખે છે અને ભૂખને યોગ્ય લેવલમાં રાખવામાં મદદ કરે છે.

 

 

-- સૂર્ય નમસ્કાર :- દરરોજ સવારે ઉઠીને એક રાઉન્ડ સૂર્ય નમસ્કાર જરૂર કરવા જોઈએ. સૂર્ય નમસ્કારમાં આખા શરીરની કસરત થાય છે અને તે કોર્ટિસોલ હોર્મોન્સના ઈમ્બેલેન્સને ઓછું કરે છે જેથી સ્ટ્રેસ ઓછો થાય છે.

 

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!