Dark Mode
Image
  • Sunday, 19 May 2024

અમેરિકાના રક્ષામંત્રી લોયડ ઓસ્ટિન ઈઝરાયલ મુલાકાતે પહોંચ્યા, સુરક્ષા સહાયતાનું કર્યું નિરીક્ષણ

અમેરિકાના રક્ષામંત્રી લોયડ ઓસ્ટિન ઈઝરાયલ મુલાકાતે પહોંચ્યા, સુરક્ષા સહાયતાનું કર્યું નિરીક્ષણ

અમેરિકાના રક્ષામંત્રી લોઈડ ઓસ્ટિન ઈઝરાયલ મુલાકાતે પહોંચ્યા. લોયડ સરકારના વરિષ્ઠ નેતાઓને મળવા અને અમેરિકા દ્વારા પ્રદાન કરવામાં આવેલા કેટલાક શસ્ત્રો અને સુરક્ષા સહાયનું નિરીક્ષણ કરવા અહીં આવ્યા છે.

 

ઑસ્ટિન ઈઝરાયલની મુલાકાત લેનાર બીજા ઉચ્ચ સ્તરીય અમેરિકી અધિકારી છે. બ્રસેલ્સથી તેમની મુલાકાત સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન ઈઝરાયલ પહોંચ્યાના એક દિવસ બાદ આવી છે. હમાસ અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને રોકવા માટે બ્લિંકન બંને દેશોનો પ્રવાસ કરી રહ્યા છે.

 

ઓસ્ટિન ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ, રક્ષા મંત્રી યોવ ગાલાન્ટ અને ઈઝરાયલી યુદ્ધ કેબિનેટ સાથે મુલાકાત કરે તેવી અપેક્ષા છે. સંરક્ષણ સચિવનું આગમન ત્યારે થયું છે જ્યારે ઈઝરાયલી સૈન્યએ ગાઝા શહેરના હજારો રહેવાસીઓને ઈઝરાયલના ગ્રાઉન્ડ હુમલા પહેલા "પોતાની સલામતી માટે" ખાલી કરવાની સૂચના આપી હતી.

 

 

ઓસ્ટિન સાથે મુસાફરી કરી રહેલા સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ ઈઝરાયલના લોકો માટે અમેરિકાનું અતૂટ સમર્થન બતાવવા માગે છે. તેમણે કહ્યું કે અમેરિકા એ સુનિશ્ચિત કરશે કે ઈઝરાયેલ પાસે પોતાની રક્ષા માટે જરૂરી છે.

 

એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકાએ તેની આયર્ન ડોમ સિસ્ટમ માટે ઈઝરાયલને પહેલાથી જ નાના બોમ્બ અને ઈન્ટરસેપ્ટર મિસાઈલો આપી છે અને વધુ આપવામાં આવશે. ઓસ્ટીને અમેરિકી અધિકારીઓને ઝડપથી જહાજો, ગુપ્ત માહિતી અને અન્ય સંપત્તિઓને ઈઝરાયેલના અલગ વિસ્તારોમાં ખસેડવા સૂચના આપી છે.

 

 

ઈઝરાયલ પર હમાસના ઘાતકી હુમલાના કલાકોમાં જ અમેરિકાએ યુદ્ધ જહાજો અને વિમાનો રવાના કર્યા છે. ઓસ્ટિને એ કહેવાનો ઈનકાર કર્યો હતો કે શું યુ.એસ. યુદ્ધમાં સર્વેલન્સ ફ્લાઇટ્સનું સંચાલન કરશે, પરંતુ જણાવ્યું હતું કે યુ.એસ. ઇઝરાયલીઓને બાનમાંની પરિસ્થિતિ અંગે સલાહ સહિત ગુપ્ત માહિતી અને અન્ય આયોજન સહાય પૂરી પાડવાનું ચાલુ રાખશે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!