Dark Mode
Image
  • Sunday, 19 May 2024

સનાતન ધર્મ પર ઉદયનિધિ સ્ટાલિને આપેલા વિવાદાસ્પદ નિવેદનનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો

સનાતન ધર્મ પર ઉદયનિધિ સ્ટાલિને આપેલા વિવાદાસ્પદ નિવેદનનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો

સનાતન ધર્મ પર ઉદયનિધિ સ્ટાલિને આપેલા નિવેદનનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો, 262 પ્રતિષ્ઠિત લોકોનો CJIને પત્ર.

 

સનાતન ધર્મ પર તમિલનાડુના મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનને પગલે 262 પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને લખ્યો પત્ર. અને આ મામલે હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. ઉદયનિધિએ સનાતન ધર્મની સરખામણી ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરતા વિવાદ વધુ વકર્યો છે. તેમણે કહ્યું હતું કે સનાતન ધર્મનો માત્ર વિરોધ જ નહીં પરંતુ તેનો નાશ થવો જોઈએ.

 

તમિલનાડુ રાજ્યના યુવા કલ્યાણ અને રમતગમત વિકાસ મંત્રી અને એમ. કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મ પરના નિવેદનને પગલે વિવાદ સતત વધી રહ્યો છે. હવે 262 પ્રતિષ્ઠિત હસ્તીઓએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ DY ચંદ્રચુડને પત્ર લખીને આ મામલે હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. ઉદયનિધિ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનના પુત્ર છે.

 

 

ઉદયનિધિનું વિવાદિત નિવેદન 


ભારતની 262 પ્રતિષ્ઠિત હસ્તીઓએ CJI ચંદ્રચુડને પત્ર લખીને ઉધયનિધિ સ્ટાલિનના ભાષણ પર સ્વતઃ સંજ્ઞાન લેવા વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે ઉદયનિધિએ આપેલું વિવાદિત નિવેદન સમાજમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવી શકે છે. તેથી, કોર્ટે આ બાબતની સ્વ-સંજ્ઞાન લેવું જોઈએ.

 

પત્રમાં કહેવામાં આવ્યું કે ઉદયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મ પર કરવામાં આવેલી ટિપ્પણીઓને લઈને અમે બધા ખૂબ જ ચિંતિત છીએ. દેશના બિનસાંપ્રદાયિક ચારિત્ર્યને જાળવી રાખવા માટે પગલાંની જરૂર છે. પત્રમાં જણાવાયું છે કે રાજ્ય સરકારે કાર્યવાહી કરવાનો ઈનકાર કર્યો છે અને કથિત રીતે કોર્ટના આદેશોની અવમાનનામાં છે. તેણે કાયદાના શાસનની મજાક ઉડાવી છે.

 

પત્ર લખનારમાં હાઈકોર્ટના પૂર્વ જજનો સમાવેશ


જે 62 વ્યક્તિઓએ CJIને પત્ર લખ્યો છે તેમાં તેલંગાણા હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશો, દિલ્હી, ઝારખંડ, રાજસ્થાન, અલ્હાબાદ, પંજાબ અને હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને સિક્કિમના પૂર્વ ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. આ સાથે પૂર્વ વિદેશ સચિવ, યુપીના પૂર્વ ડીજીપી, ભારત સરકારના પૂર્વ સચિવ, પૂર્વ RAW ચીફ, CVCના પૂર્વ સચિવ, પંજાબ, યુપી અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્ય સચિવોનો સમાવેશ થાય છે.

 

 

આ સાથે પૂર્વ ઈન્કમટેક્સ કમિશનર, યુનેસ્કોના પૂર્વ ડિરેક્ટર, ઈન્કમ ટેક્સના પૂર્વ મુખ્ય કમિશનર, મધ્ય પ્રદેશ અને દિલ્હીના ભૂતપૂર્વ પૂર્વ સચિવ, ઓડિશાના પૂર્વ વિશેષ સચિવ, ઝારખંડના પૂર્વ આઈજી, પૂર્વ આઈપીએસ અને કંપની લો બોર્ડના પૂર્વ સભ્ય. સમાવેશ થાય છે. પત્ર લખનારાઓમાં 118 સશસ્ત્ર દળોના અધિકારીઓ પણ સામેલ છે.

 

ઉદયનિધિના નિવેદનથી ચેન્નઈથી લઈને દિલ્હી સુધી ખળભળાટ મચી ગયો છે. ભાજપે આ નિવેદનની સખત ટિકા કરી છે અને માફી માગવાની પણ માગ કરી છે. આ સાથે રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, નીતિશ કુમાર, તેજસ્વી યાદવ અને શરદ પવાર જેવા વિપક્ષી નેતાઓને આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે કહ્યું છે. જો કે તેઓ આ વિષય પર કંઈ પણ બોલવા તૈયાર નથી.

 

ઉદયનિધિ પોતાના નિવેદન પર અડગ


જોકે, ઉધયનિધિ સ્ટાલિન પોતાના નિવેદન પર અડગ છે. તેણે કહ્યું કે મેં કંઈ ખોટું નથી કહ્યું. હું મારા નિવેદન પર અડગ છું. હું કોઈપણ પ્રકારના પડકારનો સામનો કરવા તૈયાર છું.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!