Dark Mode
Image
  • Friday, 03 May 2024

જામનગરમાં ભાજપના દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે થઈ તુતુમેમે : જાણો શું છે સમગ્ર મામલો

જામનગરમાં ભાજપના દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે થઈ તુતુમેમે : જાણો શું છે સમગ્ર મામલો

--> જામનગર ભાજપનો આંતરિક ડખો જાહેરમાં આવ્યો દિલ્હી સુધી પહોંચ્યો ભાજપનો ઝઘડો :

 

જામનગરમાં ગુરુવારે ભાજપના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે થયેલી બોલાચાલી લઈને સમગ્ર રાજ્યનું રાજકારણ ગરમાયું છે. લખોટા તળાવ પાસે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા, સાંસદ પુનમબેન માડમ અને મેયર બીનાબેન કોઠારી હાજર રહ્યા હતા. જોકે, આ કાર્યક્રમમાં એ વખતે ભારે ઓહાપોહ મચી ગયો જ્યારે રિવાબા, પૂનમબેન અને મેયર વચ્ચે બોલાચાલી થઈ હતી.

 

જામનગરના પ્રખ્યાત લાખોટા તળાવ પાસે એક જાહેર કાર્યક્રમ યોજાયો હતો.જ્યાં ભાજપના સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય રિવાબા જાડેજા એક સાથે એક મંચ પર હતાં. આ સમયે જામનગરના મેયર પણ આ મંચ પર હાજર હતા.અચાનક મંચ પર માહોલ બગડ્યો. કાર્યક્રમ સમયે ભાજપમાં અંદરો અંદર જ્વાળામુખી સ્વરૂપે ચીંગારી જાગી હતી.

 

જામનગરના સાંસદ અને ધારાસભ્ય રિવાબા જાડેજા વચ્ચે આંતરિક ખેંચતાણ જોવા મળી હતી. જાહેર કાર્યક્રમમાં જ ધારાસભ્યએ મેયર અને સાંસદને ખખડાવતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો.

 

ત્રણ મોટા મહિલા નેતાઓ વચ્ચે થોડા સમય માટે શાબ્દિક યુદ્ધ છેડાતા ભારે ચર્ચાનો વિષય બન્યો. ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા પોલીસવડા દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો. સમગ્ર મામલો સામે આવતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, હું આ ઘટના અંગે તપાસ કરાવીશ. મહત્વનું છે

 

કે, થોડા સમય પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનો પત્રિકા કાંડ સામે આવ્યો હતો. તેમજ વડોદરાના મેયરનો પણ પત્રિકા કાંડે ખળભળાટ મચાવ્યો હતો. ત્યારે લોકસભાની 26 માંથી 26 બેઠકો જીતવાનો વિશ્વાશ વ્યક્ત કરનારા ભાજપ સામે મોટો પડકાર જોવા મળી શકે છે અને ભાજપના આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસ અને આપને લોકસભાની ચુંટણીમાં લાભ મળી શકે છે.

 

આ મામલે ધારાસભ્ય રિવાબાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે  સાંસદ પૂનમબેન માડમ પર આરોપ લગાવ્યા. તેમણે જણાવ્યું કે, સ્મારક પર શ્રદ્ધાંજલિ આપતી વેળાએ મેં ચપ્પલ ઉતારી બહુમાન કર્યું . આત્મ સન્માનની વાત આવી ત્યારે મેં જાહેરમાં સ્પષ્ટતા કરી, કાંઈ ખોટું નથી કહ્યું. આ મામલે જામનગરના મેયર અને ધારાસભ્ય રિવાબા જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

 

જોકે, સાંસદ પૂનમ માડમે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. ત્યારે રાત્રે પૂનમ માડમે પોતાની વાત મીડિયા સમક્ષ રાખીને કહ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષની અનુમતિ લઇને હું પ્રતિક્રિયા આપી રહી છું. મેયર મારા મોટાબેન જેવા છે અને રિવાબા નાનાબેન સમાન છે.

 

 

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!