Dark Mode
Image
  • Wednesday, 15 May 2024

ભારતીય મૂળની આ મહિલા ઉમેદવાર USની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં બાઈડેનને હરાવી શકશે | This Indian-origin woman candidate can defeat Biden in the US presidential election

ભારતીય મૂળની આ મહિલા ઉમેદવાર USની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં બાઈડેનને હરાવી શકશે | This Indian-origin woman candidate can defeat Biden in the US presidential election

ભારતીય મૂળની આ મહિલા ઉમેદવાર USની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં બાઈડેનને હરાવી શકે, નવા પોલમાં ચોંકાવનારો ખુલાસો

 

અમેરિકામાં આવતા વર્ષે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે, જેના માટે ઘણા ઉમેદવારો મેદાને છે. વિપક્ષી રિપબ્લિકન પાર્ટીના ડોનલ્ડ ટ્રમ્પ, વિવેક રામાસ્વામી, નિક્કી હેલી, રોન ડીસેન્ટિસ, માઈક પેન્સ સહિત ઘણા ઉમેદવારો રાષ્ટ્રપતિ પદની રેસમાં છે. અત્યાર સુધી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારની રેસમાં ટ્રમ્પ સૌથી આગળ જોવા મળી રહ્યા છે.

 

 

જો કે હવે તાજેતરના એક પોલમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. હકીકતમાં, આ પોલમાં એવું કહેવામાં આવ્યું છે કે જો નિક્કી હેલીને રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે, તો તે વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેનને પછાડી શક્શે.

 

મતદાનમાં બાઈડેનને હરાવનાર એકમાત્ર રિપબ્લિકન ઉમેદવાર


એક રિપોર્ટ મુજબ જો બાઈડેન અને નિક્કી હેલી વચ્ચે રાષ્ટ્રપતિની લડાઈ થશે તો નિક્કી હેલી બાઈડેન પર હાવી થશે. પોલમાં નિક્કી હેલીને 49 ટકા વોટ મળ્યા છે જ્યારે બાઈડેનને માત્ર 43 ટકા વોટ મળ્યા છે. તે જ સમયે, ટ્રમ્પ અને બાઈડેન વચ્ચેની સીધી લડાઈમાં, બંને વચ્ચે નજીકની લડાઈ છે. જ્યાં ટ્રમ્પને 47 ટકા વોટ મળ્યા તો બાઈડેનને 46 ટકા વોટ મળ્યા. ટિમ સ્કોટ અને માઈક પેન્સ બંનેને બાઈડેન વિરુદ્ધ 46 ટકા અને બાઈડેનને 44 ટકા મત મળ્યા હતા.

 

 

ન્યુ જર્સીના ગવર્નર અને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ક્રિસ ક્રિસ્ટીને 44 ટકા વોટ મળ્યા અને તેમની સામે બાઈડેનને 42 ટકા વોટ મળ્યા. વિવેક રામાસ્વામી સતત ચર્ચામાં રહે છે. જોકે આ પોલમાં તે બાઈડેનથી પાછળ જોવા મળી રહ્યાં છે. પોલમાં બાઈડેનને 46 ટકા વોટ મળ્યા જ્યારે રામાસ્વામીને 45 ટકા વોટ મળ્યા.

 

ઉદાર મતદારોમાં લોકપ્રિય


રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદ માટે નિક્કી હેલી એકમાત્ર મહિલા ઉમેદવાર છે. મીડિયા સાથે વાત કરતા ડેમોક્રેટ પાર્ટીના એક રણનીતિકારે પણ કહ્યું કે જો નિક્કી હેલી રિપબ્લિકન પાર્ટીમાંથી ચૂંટાય છે તો અમને મુશ્કેલી પડી શકે છે.

 

 

નિક્કી હેલી તેની નીતિઓને કારણે ઉદાર મતદારોમાં ખૂબ જ લોકપ્રિય છે. ગયા મહિને રિપબ્લિકન પાર્ટીની પ્રથમ ચર્ચા બાદ પણ નિક્કી હેલીની લોકપ્રિયતામાં ઉછાળો આવ્યો છે. જો કે હેલી ટ્રમ્પથી ઘણી પાછળ છે, પરંતુ ચૂંટણીમાં હજુ લાંબી મજલ કાપવાની છે. આવી સ્થિતિમાં નિક્કી હેલી પાસે સારી તક છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!